મહેસાણા
જાેધપુરમાં ધોરણ-૭ માં અભ્યાસ કરતી કિશોરીને માતાએ અભ્યાસ મુદ્દે ઠપકો આપ્યો હતો. તેથી કિશોરી ઘરેથી નીકળીને રેલવે સ્ટેશન ઉપર જાેધપુર-અમદાવાદ લોકલ ટ્રેનમાં બેસી ગઈ હતી. જાેધપુરના કોઈ અધિકારીની દીકરી હોવાથી તાત્કાલિક જાણ કરાતા પોલીસે શોધખોળ શરૂ કરાઈ હતી. તેના ભાગરૂપે જાેધપુર એસપીએ મહેસાણા જિલ્લાના એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલને જાણ કરતા જિલ્લાના રેલવે સ્ટેશન ઉપર તપાસ શરૂ કરાઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ડી.એમ.દેસાઈ, પીએસઆઈ એમ.પી.અંસારી, કોન્સ્ટેબલ કૈલાસબેન સહિતની શી ટીમ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર એલર્ટ થઈ ગઈ હતી. તેવામાં કિશોરીની બાજુમાં બેસેલા હુસેનખાન પઠાણ નામના વ્યક્તને શંકા જતા કિશોરીને વિશ્વાસમાં લઈને વાતચીત કરીને નામઠામ પૂછ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. કિશોરી જાેધપુર અમદાવાદ લોકલ ટ્રેનમાં હોવાની પુષ્ટિ થતાં મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવતાની સાથે મહિલા પોલીસની શી ટીમે કિશોરીનો કબજાે મેળવી લીધો હતો. ત્યારબાદ કિશોરીને જમાડીને મામા ગીરીજાશંકરને કિશોરી સોંપી હતી. આમ, જાેધપુર પોલીસ અને મહેસાણાની મહિલા પોલીસની શી ટીમના સંયુક્ત પ્રયાસોથી કિશોરી ગુમ થતા થતા રહી ગઈ હતી.રાજસ્થાનના જાેધપુરમાંથી ઘરેથી નીકળી ગયેલી કિશોરીને મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી ઉતારી મહેસાણા મહિલા પોલીસની શી ટીમે વાલીને સોંપી અસરકારક કામગીરી કરી હતી. માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા કિશોરી ઘરેથી નીકળીને જાેધપુર-અમદાવાદ લોકલ ટ્રેનમાં બેસી ગઈ હતી.
