Gujarat

ઉપલેટા સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં મામકાવાદ ખેડૂતોમાં રોષ

ઉપલેટા સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં મામકાવાદ ખેડૂતોમાં રોષ

ખેડૂતો પાસેથી નામ પુરતી જ ખરીદી વચેટિયા વેપારીઓ પાસેથી કપાસ ખરીદી સીસીઆઈના અધિકારીઓ વેપારીઓને જ નફો આપતા હોવાની રાવ તપાસ થાય તો ધણું બધું બહાર આવે ?

સૌરાષ્ટ્રમાં મોટા પાયે કપાસનું ઉત્પાદન થયેલ આને કારણે ખેડૂતોને કપાસના પોષણ ભાવ મળે એ માટે સરકાર દ્વારા સીસીઆઇ કેન્દ્ર ખોલી સરકારને મદદરૂપ થવા પ્રયાસ કરેલ પણ સીબીઆઈના અધિકારીઓ પોતાની મનમાની ચલાવવાનો કારણે ખેડૂતોની અત્યારે હાલત કફોડી થવા પામી છે ગત વર્ષ સારા વરસાદને કારણે ખેડૂતોને કપાસના વાવેતર કર્યા હતા જેના કારણે કપાસનું ઉત્પાદન બમ્પર પ્રમાણ માં થયું છે જેને ધ્યાને લઈ સાંસદ રમેશભાઈ ધડુકના પ્રયાસોથી ઉપલેટા સીસીઆઇ ખરીદી કેન્દ્ર કોલકી ગામે મંજુર કરવામાં આવેલ જેથી ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો પણ આ આનંદ થોડાક દિવસોમાં જ સાબિત થયો છે કોલકી પાસે જે ખરીદ કેન્દ્ર સીસીઆઈ નું છે તેમાં કેન્દ્ર ઉપર ખેડૂતોના કપાસના મામકાવાદ ચલાવી સીસીઆઈ ના અધિકારીઓ ખેડૂતોના બદલે વેપારીઓના માલ ખરીદી કરી ખેડૂતોને મોટા ખાડામાં ઉતારવાનું મોટુ ષડયંત્ર રમી રહ્યા હોવાનું ખેડૂત વર્તુળમાંથી જાણવા મળ્યું છે એક જે પોતાની આપવીતી વર્ણવતા જણાવેલ કે કપાસ સીઆઇઆઇના કેન્દ્રમાં વેચાતો હોય તો પહેલા સાતબાર ના દાખલામાં કપાસના વાવેતર ની નોંધ કરાવી પડે છે ખેડૂતોને નોંધ કરવા માટે ત્રણથી ચાર દિવસ જાય છે કારણ કે હાલ તમામ સરકારી કચેરીઓમાં સ્ટાફ મોટેભાગે ગેરહાજર હોય છે ત્રણ ચાર દિવસ બાદ બધા કાગળો ભેગા કરી સીસીઆઈના ખરીદ કેન્દ્ર ઉપર જઈને ત્યારે અમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમને ૧૦ થી ૧૫ દિવસ પછી તપાસ કરવાનું કહે છે ત્યાર પછી અમને કોઈ પણ જાતની જાણો કરવામાં આવતી નથી આથી અમે પાછા કોલકી ગામે સીસીઆઇ કેન્દ્ર ઉપર જઈ તપાસ કરી તો કહે છે હજુ વારો નથી આવ્યો તમારો વારો આવશે ત્યારે કહીશ આમ કોઈને કોઈ કારણો આપી અમને ધક્કા ખવડાવે છે ત્યારે માથાકૂટ કરી ત્યારે કહે છે કે ત્રણ દિવસ પછી માલ લઈને આવજો જ્યારે અમે વહેલી સવારે વાહનો ભાડે બાંધી માલ લયને આવી આખો દિવસ જમ્યા વગર ત્યાં રોકાર બપોર પછી અમારો માલ ખરીદી નો વારો આવે તો કહે તમારો કપાસ ચાલે તેવો નથી તમારો માલ લઈને જતા રહો આવી રીતે સીસીઆઇ ના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરી રહ્યા છે ખરેખર ખેડૂતોનો કપાસ થોડો નબળો હોય તો ૧૦૬૦ ના ભાવે પણ સીસીઆઇના અધિકારી ખરીદી કરી શકે છે પણ ખેડૂતોએ રોષ સામે જણાવેલ કે બે અધિકારીઓ ખેડૂતોના કપાસ ખરીદવાને બદલે વેપારી પાસેથી સીધો જ કપાસ ખરીદી લ્યે છે વેપારી પોતાની લાગતા વળગતા ખેડુતોના ૭/૧૨ ના દાખલા રજુ કરી દયે છે અમા જે વેપારીને ૭૫૦ થી ૮૦૦ રૂપિયામાં માલ વેચીએ છીએ તેજ માલ સીસીઆઈ કેન્દ્રમાં સુધો ૧૦૬૦ થી ૧૧૦૦ માં વેચાય છે સીસીઆઈના અધિકારીઓની મિલીભગતને કારણે ખેડૂતો ભાવના લાભ વચેટીયાઓ લઈ જાય છે ખરેખર સરકાર ખેડૂતોને મદદ કરવાનો ઇરાદો ધરાવે છે પણ સીસીઆઈના અધિકારીઓ ને કારણે આ મદદ ખેડૂતોને બદલે વેપારીઓ લઈ જાય છે જ્યારે આ બાબતે સરકારે ધટતુ કરવું જોઈએ એવી માગણી ઉપલેટા તાલુકા સહકારી આગેવાન નો કે.ડી સિણોજીયા હકાભાઇ પટેલ ઉઠાવી છે અમુક ગામના ખેડૂત પૂર્વ જણાવો હાઈ ખરીદ કેન્દ્ર સંસદ રમેશભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા દ્વારા મંજૂર કરાવેલ હાલમાં સીબીઆઈના અધિકારીઓ આ બન્ને ભાજપના આગેવાનો માનતા નથી ખેડૂતોની રજૂઆતોને પણ ધ્યાન લેતા નથી તેવી આ અધિકારીઓ સામે તપાસ કરી ખેડૂતોને ન્યાય અપવવો જોઈએ

રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા

IMG-20200522-WA0006-0.jpg IMG-20200522-WA0004-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *