ગિરગઢડા તા 22
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેર અને તાલુકો એટલે શિક્ષણની દ્રષ્ટિએ અગ્રગણ્ય ગુજરાતના તાલુકામાં સ્થાન ધરાવે છે. ગાયકવાડીરાજના સમયમાં શરૂ કરવામાં આવેલી અને પહેલ કરવામાં આવેલી શિક્ષણ વ્યવસ્થા સર્વ સમાજના લોકોમાં સમાન રૂપથી જોવા મળે છે. સમગ્ર રાષ્ટ્ર જયારે પ્રગતિના પંથે અગ્રેસર છે અને ગુજરાત જયારે શિક્ષણ બાબતે હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે કોડીનાર અનુ. સમાજ દ્વારા પણ આજના સ્પર્ધાત્મક યુગમાં સમાજના યુવાનો અને ખાસ કરીને વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને નબળી પરિસ્થિતિ ધરાવતા તેમજ શહેરી વિસ્તારોમાં વસવાટ કરતા અર્બન વિસ્તારમાં યુવાનોને નિશુલ્ક તાલીમ વર્ગો શરૂ કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વર્ગ 3 માટે પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી કરાવવા માટે તાલીમ ક્લાસના પ્રારંભ માટે સેમિનારનું કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વર્ગ સંચાલક ટીમ ના પ્રતિનિધિ મનોજભાઈ પરમાર તથા સહયોગી અનુ. જાતિ સમાજ ટીમ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ગીર સોમનાથ જિલ્લાના ઉપ પ્રમુખ રમેશભાઈ વાઢેળ, ભીમસેનાના પ્રમુખ વિજયભાઈ વાઢેળ, કોડીનાર નગરપાલિકા નગરસેવક ભરતભાઈ કાતીરા તેમજ અન્ય યુવાનોનો ટીમ સાથે મળીને આ સમાજની સંસ્થાની ટ્રસ્ટીઓના માર્ગદર્શન અનુસાર ખાસ કરીને પ્રો. પી. પી. રાઠોડ દ્વારા સર્વ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી હતી અને સતત સમાજની યુવાનો માટે તમામ ટ્રસ્ટીઓ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા. બોડવા ગામના સરપંચ અને સમાજના સેવાના અનેક ક્ષેત્રે સતત કાર્યરત ગોરધનભાઈ રાઠોડ, એડવોકેટ હરિભાઇ ભેડા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ દાનસિંગભાઈ મકવાણા, સમાજના અગ્રણી શાંતિલાલભાઈ , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધ અને ઉના તાલુકા તેમજ કોડીનાર સામાજિક અગ્રણી જે. જે. વાળા, અંબુજા સિમેન્ટ કંપનીમાંથી જીવરાજભાઈ સોલંકી, અન્ય કોડીનાર તાલુકા અને શહેરમાંથી અનેક અગ્રણીઓ સાથે સામાજિક ઉત્કર્ષ સાથે જોડાયેલા લોકો અને અગ્રણીઓ સાથે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સમાજના યુવાનો, યુવતીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહથી સેમિનારમાં ભાગ લીધો હતો તેમજ કોડીનારમાં મહિલા તરીકે સ્વતંત્ર આજે શહેરમાં વિશાળ કન્યા છાત્રાલય ભવનો નિર્માણ કરવામાં અગ્રેસર દૂધીબેન વાંઝા સામાજિક અગ્રણી એમ. જે.મકવાણા, કાનજીભાઈ ચુડાસમા અને ખાસ કરીને પ્રાચી સુત્રાપાડા તાલુકામાંથી જગદિશભાઈ પરમાર અને મંગલમ કલાસીસ ના સંચાલક ચાવડા સાહેબ સાથે ઉના તાલુકામાંથી અને ગીર ગઢડા તાલુકામાંથી તેમજ તાલાળા અને વેરાવળથી પણ સમાજના અગ્રણીઓ, કર્મચારીઓ તેમજ યુવાનો હાજર રહ્યા હતા. કોડીનાર તાલુકા પી. આઇ. તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા અને નાયબ મામલતદાર કોડીનાર દ્વારા તાલીમવર્ગ માટે અનેક શુભકામનાઓ સાથે સહકાર આપવા જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોડીનાર શહેર અને તાલુકા શિક્ષણ માટે પ્રખ્યાત છે ત્યારે સામાજિક લાગણી સભર સર્વ સમાજની લાગણી સાથે અને ભવતુ સબ મંગલમની ભાવના સાથે આ સેમિનાર અને વર્ગોની શુભ શરૂઆત કરવામાં આવી હતી તેમજ ટૂંક સમયમાં સાર્વજનીક પુસ્તકાલય પણ ખુલ્લું મૂકવામાં આવશે તેમ આ આધુનિક સમય અનુરૂપ ડિઝીટલ કલાસ શરૂ કરવાની લાગણી વ્યક્ત કરી હતી. સમાજના દરેક વ્યક્તિ અને અગ્રણીઓના સહકાર બદલ આયોજક ટીમ દ્વારા સમગ્ર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો


