Maharashtra

સ્ટાર કિડ્‌સના સ્ટાઈલિશ લુક્સથી લોકો પ્રભાવિત

મુંબઈ
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ સ્ટાર કિડ્‌સની યાદીમાં સામેલ છે, જે મોટાભાગે પોતાના સ્ટાઈલિશ લુકને કારણે સમાચારોમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સુહાના હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેના ફેશનેબલ લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તમે તેમના દેખાવમાંથી પ્રેરણા પણ લઈ શકો છો. સ્ટાઈલ અને બેસ્ટ લુકની વાત આવે તો જ્હાન્વી કપૂરને કેવી રીતે ભૂલી શકાય. જ્હાન્વી તેના અદભૂત દેખાવને કારણે ફેશન આઈકોન પણ માનવામાં આવે છે. તમે પણ જ્હાન્વી કપૂર પાસેથી ફેશનેબલ ટિપ્સ લઈ શકો છો. આ સમયે ‘બિજલી ગર્લ’ના નામથી ફેમસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ ઘણી વખત બેસ્ટ અને સ્ટાઇલિશ અંદાજમાં જાેવા મળી છે. ફેશનેબલ અને સારા દેખાવા માટે તમે પલકને ફોલો કરી શકો છો. બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ પોતાની સ્ટાઈલ માટે ફેમસ છે.

Suhana-khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *