Maharashtra

ધ ફેમિલી મેન-૩ આ વર્ષના અંતમાં આવી શકે છે

મુંબઈ
મનોજ બાજપેયી હાલમાં બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વેબ સિરીઝમાં પણ સતત જાેવા મળે છે. તેમની એવોર્ડ વિનિંગ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. તેની બે સીઝન દર્શકોની વચ્ચે આવી ચુકી છે અને આ બંને સિરીઝ જબરદસ્ત હિટ રહી છે. ભારતમાં એવી ઘણી ઓછી સિરીઝ છે જેની બીજી સિઝન પહેલી સિઝન કરતાં વધુ હિટ રહી છે પરંતુ ફેમિલી મેનની બંને સિઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે તેની ત્રીજી સીઝન વિશે પણ નવા અપડેટ્‌સ આવી રહ્યા છે. ઈંૈદ્બીજ ના અહેવાલ મુજબ, તેની ત્રીજી સીઝન (્‌રી હ્લટ્ઠદ્બૈઙ્મઅ સ્ટ્ઠહ ૩) માટે સ્ક્રિપ્ટીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં તે ફ્લોર પર જશે. આ સીરીઝનો ક્રેઝ એટલો બધો છે કે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી સીઝનના ક્લાઈમેક્સમાં જ, ફિલ્મના નિર્માતા રાજ અને ડીકેએ ત્રીજી સીઝનનો સંકેત આપી દીધો હતો. હવે તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગ શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સે ત્રીજી સીઝનના આઈડિયાને ક્રેક કરીને કામ શરૂ કરી દીધું છે. આ વર્ષના અંત સુધીમાં તે ફ્લોર પર જાય તેવી શક્યતા છે. તેની ત્રીજી સિઝનમાં મનોજ બાજપેયી અને પ્રિયમણિનું હોવું લગભગ નિશ્ચિત છે. સ્ક્રિપ્ટ પૂર્ણ થતાંની સાથે જ બાકીની કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેની બે સીઝનમાં શારીબ હાશમી, પ્રિયમણી, શ્રેયા ધનવંત્રી અને શરદ કેલકર જાેવા મળ્યા હતા. બીજી સીઝનમાં સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જાેવા મળી હતી. ર્ં્‌્‌ શ્રેણીમાં આ તેમનો પ્રથમ પ્રોજેક્ટ હતો. તેમના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બીજી તરફ, આ શોના મેકર્સ રાજ અને ડીકે શાહિદ કપૂરને લઈને એક વેબ સિરીઝ બનાવી રહ્યા છે, જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. તે સેટલ થયા બાદ ‘ધ ફેમિલી મેન ૩’માં પરત ફરશે. આ નવી સિરીઝમાં સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યા છે. આ પણ એમેઝોન પ્રાઇમ માટે જ બનાવવામાં આવી રહ્યું છે.

The-Family-Man-OU.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *