રાજકોટમાં ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર મુદે માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવતુ આહિર એકતા મંચ
આજરોજ આહીર એકતા મંચના ધર્મેન્દ્ર બોરખતરીયા , શરદકુમાર મારડીયા અને રાજુભાઈ બોરખતરીયા દ્વારા માણાવદર મામલતદાર ને એક આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમાં જણાવ્યું હતુ કે રાજકોટ ખાતે 20 મે ના રોજ કલેકટરશ્રીને ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પી.એમ. ફંડ માં કપાસ આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ એમના પર જુદી જુદી કલમો પણ લગાડવામાં આવી પણ એવો પાલભાઇ એ શું ગુન્હો કર્યો હતો કે એનું અપહરણ કરી પોલીસ અધિકારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો? આ બનાવ લોકશાહી ની હત્યા સમાન છે માટે આપશ્રી મારફત સરકારશ્રીને વિનંતી કે આ કક્ષા નું કૃત્ય કરનાર અધિકારીઓ ને તરત સસ્પેન્ડ કરવામાં આવે અને પાલભાઇ આંબલીયા ને ન્યાય આપવામાં આવે નહિતર આહીર એકતા મંચ ગુજરાત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને એની તમામ જવાબદારી સરકારશ્રી ની રહેશે
બીજી વાત કે પાલભાઇ આંબલીયા અને કોંગ્રેસ દ્વારા વારંવાર સરકાર પર ખેડૂતોના વિવિધ મુદે આક્ષેપો કરવામાં આવે છે ત્યારે રાજયના કૃષિમંત્રી ની ફરજ છે કે ખેડૂતોના પ્રશ્નને સાંભળવા . ખેડૂતૉ ના પ્રશ્ર્નોને લઇને વારંવાર આવા બનાવો થી ગુજરાત ની છબી ઝાંખી થાય છે માટે સરકારશ્રીને અપિલ કે ખેડૂતોના મુદ્દે પાલભાઇ આંબલીયા સાથે રાજયના કૃષિમંત્રીશ્રી એ જાહેરમાં ડિબેટ કરે જેથી જનતાને સાચા ખોટા ની ખબર પડે સરકાર અમારી આ વાત ની નોંધ લેશો
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176


