બાબરા
બાબરા તાલુકાના ચરખા ગામ માં મામલતદાર સાહેબ તેમજ સરપંચ શ્રી દ્વારા કવોરોન્ટાઈન કરેલ ઘરો ની મુલાકાત લેવામાં આવી હતી.
બાબરા ના ચરખા ગામ માં મામલતદાર સાહેબ દ્વારા કવોરોન્ટાઈન ઘરોની મુલાકાત કરી તથા મામલતદાર સાહેબ દ્વારા તથા આઈ.સી.ડી.એસ. બાબરાના બહેનો દ્વારા હોમ કવોરોન્ટાઈન થયેલ લોકોને સૂચના આપવામાં આવી હતી અને તેના નિયમો પાળવામાં ગામમાં મોઢા ઉપર માસ્ક ન પહેર હોય તેવા વ્યક્તિઓ પાસેથી ગ્રામ પંચાયત દ્વારા દંડ વસુલ કરવમાં આવ્યો હતો અને ગામમા આરોગ્ય સેત્તું એપ વધુમાં વધુ લોકો મોબાઈલમાં ડાઉનલોડ કરે તેમાટે ની સૂચના આપવામાં આવી હતી. કોવિડ યોદ્ધા ની કામગીરી ને મામલતદાર સાહેબ દ્વારા બિરદાવવામાં આવી તેમજ ગ્રામમાં કોવિડ-19 ના રોગ નઆવે તે માટે અગાવથી સાવચેતી ના પગલા ભરવા માટે સૂચના આપવામાં આવી હતી તેમજ તલાટી કમમંત્રી,આરોગ્ય કર્મચારી ,આંગણવાડી કાર્યકર,આશાવર્કર,આઈ.સી.ડી.એસ ના બહેનો ,ગામના કોવિડ- યોદ્ધા ની ટિમ ના સભ્યો પણ ઉપસ્થિત રહિયા હતા.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા




