Maharashtra

રોહિત શર્મા ટી૨૦માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની શકે છે

મુંબઈ
રોહિત શર્મા આ સિરીઝમાં શ્રીલંકા સામે સૌથી વધુ ટી૨૦ રન બનાવનાર ભારતીય ખેલાડી બની શકે છે. હાલમાં, રોહિત શર્માએ ૨૮૯ રન બનાવ્યા છે અને તે ટોપ પર ચાલી રહેલા શિખર ધવન કરતા ૮૬ રન પાછળ છે. ત્રણ મેચમાં તે ૮૬ રન બનાવી શકે છે, આમ રોહિત શર્મા નંબર ૧ પર પહોંચી શકે છે. જાે કે, ધવનને પછાડતા પહેલા રોહિત શર્મા કેએલ રાહુલ (૨૯૫) અને વિરાટ કોહલી (૩૩૯)ને પાછળ છોડી દેશે. આ ત્રણેય ખેલાડીઓ આ ટી૨૦ શ્રેણીમાં રમી રહ્યા નથી, તેથી રોહિત પાસે નંબર પર આવવાની સારી તક છે. રોહિત શર્મા શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાં સૌથી વધુ ટી૨૦ સિક્સર મારનાર બેટ્‌સમેન બની શકે છે. ટી૨૦ ઈન્ટરનેશનલમાં રોહિત શર્માના નામે ૧૫૪ સિક્સર છે. તે નંબર પર ચાલી રહેલા માર્ટિન ગુપ્ટિલથી માત્ર ૧૧ સિક્સ દૂર છે. મતલબ કે સિરીઝમાં ૧૨ સિક્સર ફટકારવા સાથે જ આ વર્લ્‌ડ રેકોર્ડ હિટમેનના નામે થઈ જશે. રોહિત શર્મા માત્ર સિક્સર માટે જ નહીં પરંતુ સૌથી વધુ ટી૨૦ રન બનાવવાના મામલે પણ નંબર ૧ બની શકે છે. રોહિત શર્માના ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૩૨૬૩ રન છે, તેણે માત્ર ૩૭ રન બનાવવાની જરુર છે, આ સાથે જ તે નંબર ૧ પર ચાલી રહેલા માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દેશે. ગુપ્ટિલના નામે ૩૨૯૯ ટી૨૦ રન છે. જાેકે શ્રીલંકા સામે રોહિત શર્માનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યુ છે. શ્રીલંકા સામે રોહિત શર્માની બેટિંગ એવરેજ માત્ર ૨૨.૨૩ છે. તે શ્રીલંકા સામે બે વખત શૂન્ય પર આઉટ થયો છે. જાેકે તેણે આ ટીમ સામે ટી૨૦ સદી ફટકારી છે.શ્રીલંકા વિરૂદ્ધ ટી૨૦ શ્રેણી ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ત્રણ મેચોની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા છે. જે પ્રકારનો એકતરફી વિજય વેસ્ટ ઈન્ડિઝ સામે મળ્યો હતો, તે જ રીતેના પ્રદર્શનનો આત્મવિશ્વાસ શ્રીલંકા સામે પણ છે. આ સીરીઝમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પોતાના યુવા ખેલાડીઓની કસોટી કરતો જાેવા મળશે. જાે કે, આ ટી૨૦ સિરીઝ રોહિત શર્મા માટે ખાસ હોઈ શકે છે કારણ કે તે બેટ્‌સમેન તરીકે કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

Rohit-sharma-milestones-most-sixes-runs-record-virat-kohli-martin-guptill.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *