અમરેલી શહેરમાં નવજીવન હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતાની ફ્રુટની લારીઓ ઉભી રાખી ગ્રાહકો ભેગા કરી વારંવાર સુચના આપવા છતાં નિયમોનું પાલન ન કરતા પાંચ લારી ધારકોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની
-: તા.૨૨/૦૫/૨૦૨૦ :-
*અમરેલી શહેરમાં નવજીવન હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતાની ફ્રુટની લારીઓ ઉભી રાખી ગ્રાહકો ભેગા કરી વારંવાર સુચના આપવા છતાં નિયમોનું પાલન ન કરતા પાંચ લારી ધારકોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
હાલમાં સમગ્ર ભારતમાં તથા ગુજરાત રાજય કોરોના વાયરસ (COVID-19) નો ફેલાવો દિનપ્રતિદિન વધતો જતો હોય અને લોકડાઉનમાં છુટછાટ મળેલ હોય જેથી લોકોમાં સંક્રમણ ન ફેલાઇ તે માટે તકેદારી રાખવી જરૂરી હોય તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ તકેદારી રાખવા/રખાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વિરેન્દ્રસિંહ આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી ટાઉનમાં નવજીવન હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે લારીઓ રાખેલ હોય તેવા પાંચ ઇસમોને પકડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં અલગ અલગ પાંચ ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-: પકડાયેલ ઇસમો :-
(૧) રજાકભાઇ મુસાભાઇ મીઠાણી (૨) મનસુખભાઇ ભીખાભાઇ નિર્મળ (૩) હાર્દિકભાઇ મનસુખભાઇ નિર્મળ (૪) ઇમ્તીયાઝભાઇ યુનુસભાઇ લીલા (૫) અતુલભાઇ મનસુખભાઇ નિર્મળ રહે.તમામ અમરેલી