દેશ ને કોરોના મુક્ત કરવા ના ઈરાદા સાથે પવિત્ર રમજાન માં 12વર્ષ ની દીકરી જેનબે સમગ્ર માસ રોજા કરી ખુદાની બંદગી કરી
અલ્લાહ પાસે એક જ બંદગી મારો દેશ કોરોના મુક્ત બને
વડિયા.
આ કોરોના ની મહામારી વચ્ચે પવિત્ર રમજાન માસ ચાલતો હોય મુસ્લિમ પરિવારો તેમજ બાળકો સહુ રોજા રાખતા હોય વડિયા ના અનિષભાઈ બાલપરિયા ની 12 વર્ષ ની બેબી “જેનબ” એ 30 રોજા રાખી ખુદા ને બંદગી કરી હતી. 44 ડીગ્રી તાપમાન માંસામાન્ય માણસ ને દિવસ પસાર કરવો મુશ્કેલ હોય ત્યારે નાના બાળકો આખો દિવસ અન્ન પાણી વગર ખ઼ુદા ની બંદગી કરે એ એક ધર્મ અને અલ્લાહ પ્રત્યે ની નેક ભાવના પ્રગટ થતી જોવા મળે છે. જેનબ જેવા નાની દીકરી નોર્દોષ ભાવે કોઈ સ્વાર્થ વગર જયારે ખ઼ુદા ને પોતાના દેશ માટે પ્રાર્થના કરે ખ઼ુદા પણ પોતાના દરવાજા ખોલી સાંભળતો હોય છે અને આવા નાના બાળકો ની પ્રાર્થના થી લોકો ની ધર્મ પ્રત્યે ની શ્રદ્ધા વધતી હોય છે. આ નાની દીકરી જેનબ ને 30દિવસ ખુદાની બંદગી કરવા બદલ ધન્યવાદ.


