Gujarat

નડિયાદમાં મહિલાનું રસ્તામાં પર્સ પડી જતાં ટીઆરબી જવાને સુપ્રત કર્યું

નડિયાદ
નડિયાદ શહેરના રામતલાવડી વિસ્તારમાં રહેતી એક મહિલા બુધવારે સવારે એક્ટિવા પર પોતના બાળકને સ્કૂલે મૂકવા જતી હતી. તે વેળાએ એકાએક શ્રેયસ ગરનાળા નજીક તેણીનુ પર્સ રોડ પર પડી ગયુ હતુ. રાહદારીઓને આ લેડીઝ પર્સ ધ્યાને આવતાં નજીક ટ્રાફિક નિયમન કરી રહેલા ટીઆરબી જવાનને આ પર્સ સોંપ્યું હતું. આ બાદ ટીઆરબી જવાન વિમલ વાળા તથા જીગર વાઘેલા તેમજ નજીક ફ્રુટની લારી ચલાવતાં સોહિલ અને તોફીકે આ પર્સના માલિકની શોધખોળ આદરી હતી. દરમિયાન પર્સમાં ચેક કરતા એક મોબાઈલ ફોન અને રોકડ ૧૦૦,૨૦૦ રૂપિયા હતા. થોડી વારમાં આ મોબાઈલ ફોન પર પર્સના માલિક મહિલાનો ફોન આવતા મહિલાને માલુમ પડ્યું હતું કે તેઓનુ ખોવાયેલુ પર્સ ટીઆરબી જવાનના હાથે લાગ્યુ છે.ર્ માટે આ મહિલા શ્રેયસ ગરનાળાએ પહોંચી અને જે બાદ સ્ક્રીન લોક ખોલવા તેમજ જરૂરી પુછતાછ કરી ખરાઈ કરતા આ પર્સ આ મહિલાનુ હોવાનું જાણવા મળ્યુ હતું ?અને એ બાદ આ પર્સને મહિલાને આપ્યું છે. મહિલાના જણાવ્યા મુજબ પર્સમાં રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન હતો. જે મળતાં મહિલાએ હાશકારો અનુભવ્યો છે. આમ આ બન્ને ટીઆરબી જવાનની ફરજની સાથે સાથે માનવતા ભરી નિષ્ઠાવાન કામગીરી સાથે સ્થાનિકોની પણ? સરહાનીય કામગીરી બીરદાવી રહી.ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ટીઆરબી જવાન તથા સ્થાનિકોની નિષ્ઠાવાન કામગીરીનો દાખલો બહાર આવ્યો છે. પશ્ચિમમાં બાળકને સ્કૂલે લેવા જતી વેળાએ મહિલાનુ રસ્તામાં પર્સ પડી જતાં ટીઆરબી જવાને મહિલાને શોધી ખોવાયેલુ તેણીનુ પર્સ સુપ્રત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *