Delhi

કેન્દ્રએ સુપ્રિમ કોર્ટમાં માહિતી આપી કે ભાગેડુઓ પાસેથી ૧૮ હજાર કરોડ વસૂલવામાં આવ્યા છે

નવીદિલ્હી
દેશની બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી છે તેની માહિતી બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી વતી ૧૮,૦૦૦ કરોડ રૂપિયા બેંકોને પરત કરવામાં આવ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે આ રકમ બેંકોને પરત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે કોર્ટના અવમાનના કેસની સુનાવણી ૨૪ ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને બે સપ્તાહનો સમય આપ્યો છે. વકીલ મારફતે કોર્ટમાં અરજી દાખલ કરવાનો આ છેલ્લો સમય છે. ઉલ્લેખખનીય છે કે માલ્યા ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે વોન્ટેડ છે અને “ગોપનીય” કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી યુકેમાં જામીન પર રહે છે. તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ સંબંધિત કુલ કેસોમાં ૬૭,૦૦૦ કરોડ રૂપિયાના આર્થિક ગુનાનો સમાવેશ થાય છે. પીએમએલએ હેઠળ સર્વોચ્ચ અદાલત ગુનાની આવકની શોધ, જપ્તી, તપાસ અને જાેડાણ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઉપલબ્ધ સત્તાઓના વ્યાપક અવકાશને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહ્યું છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર છે. મહેતાએ બેંચને માહિતી આપી હતી કે વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ દરમિયાન ઈડ્ઢએ તપાસ માટે માત્ર ૨,૦૮૬ ઁસ્ન્છ કેસ સ્વીકાર્યા હતા, જ્યારે આવા કેસો માટે ૩૩ લાખ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. ઈડ્ઢ પાસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ હેઠળ સંપત્તિની તપાસ, જપ્તી, શોધ અને જપ્ત કરવાની સત્તા છે. તેમણે કહ્યું કે પીએમએલએ હેઠળ દર વર્ષે બહુ ઓછી સંખ્યામાં કેસ લેવામાં આવે છે. જ્યારે દર વર્ષે બ્રિટનમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૭,૯૦૦ કેસ, અમેરિકામાં ૧,૫૩૨ કેસ, ચીનમાં ૪,૬૯૧ કેસ, ઓસ્ટ્રિયામાં ૧,૦૩૬ કેસ, હોંગકોંગમાં ૧,૮૨૩ કેસ, બેલ્જિયમમાં ૧,૮૬૨ કેસ અને રશિયામાં ૨,૭૬૪ કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *