Gujarat

સુરતમાં ફોન ચોરીની શંકામાં યુવકને છરીના ઘા મારી હત્યા કરાઈ

સુરત
મૂળ દાહોદના ભાઠીવાડા ગામના વતની રમેશભાઈ જીતાભાઈ મેડા હાલ સુરતમાં પરવત ગામ ખાતે ગીતાનગર સોસાયટી પાસે સુમન આવાસમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની દલકીબેન ઉપરાંત ૪ સંતાન છે. તેમાં સૌથી મોટો દીકરો નિરજ(૨૦ વર્ષ) હતો. દલકીબેન શાકભાજી વેચવાનું કામ કરે છે. રમેશભાઈ મજુરી કામ કરે છે. કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં દલકીબેન પણ સરદાર માટે નીકળ્યા હતા. બાદમાં ઓળખીતાએ કહ્યું કે નિરજને ૩ છોકરાઓ સાથે ઝઘડો થયો છે. ત્યારબાદ તેમના સંબંધીએ ફોન કરીને જણાવ્યું કે નિરજ ઘર પાસે પડેલો છે. તેને ચપ્પુ વાગ્યું છે. તેથી બધા ઘર પાસે ગયા ત્યાં આવાસના ગેટ પાસે નિરજ લોહીલુહાણ પડેલો હતો. સારવાર માટે સ્મીમેર લઈ જવાયો હતો. સારવાર દરમિયાન નિરજનું મોત નિપજ્યું હતું. નિરજના આખા શરીરે માર મારવાના નિશાન હતા.તેમજ તેના ગળા તથા છાતીના ભાગે રેમ્બો છરાના ચાર ઘા, પીઠના ભાગે એક ઘા હતો.દલકીબેને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ તપાસ કરતા માહિતી મળી કે સરદાર માર્કેટમાં ગાળા નંબર બી-૦૬૦૭ પાસે કેટલાક અજાણ્યાઓએ એક યુવકને માર મારતા હતા. તપાસ કરતા ત્યાંથી સીસીટીવી ફુટેજમાં કેટલાક લોકો મારતા દેખાયા હતા. તે દરમિયાન બાતમી મળી કે માર્કેટ વિસ્તારમાં રહેતા સંતોષ ઉર્ફ કાળું પટેલ અને અર્જુન રાઠોડે નિરજને માર માર્યો છે. તેથી પોલીસે સંતોષ અને અર્જુન તથા તેની સાથેના એક કિશોરની અટકાયત કરી હતી. તપાસમાં જણાયું કે આરોપી સંતોષના આઈફોન-૧૧ ચોરી થયો હતો જે અંગેની શંકા હતી. નિરજ સરદાર માર્કેટ જવાનું કહીં ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેની માતા પણ સરદાર માર્કેટ જવા નીકળ્યા હતા. ત્યારબાદ સંબંધીએ તેમને ફોન કરી કહ્યું કે, નિરજને ચપ્પુ વાગ્યું છે. અને તે ઘર પાસે પડેલો છે. આ વાત સાંભળી માટે માતા ઘર આવી ત્યારે નિરજ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. સ્મીમેર હોસ્પિટલ લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની શરૂઆત સરદાર માર્કેટથી થઈ હતી. ચાની લારી પરથી મોબાઈલ ચોરીના વહેમમાં પહેલા માર મરાયો અને ત્યારબાદ માર્કેટના વેપારીઓએ બહાર કાઢી મુકતા મરનાર ડરી ગયો હતો. પછી મોબાઈલ ઘરે છે કહી હુમલાખોર બન્નેને લીંબાયત તરફ રીક્ષામાં લઈ ગયો, જ્યાં નાટક કરતા ઉશ્કેરાયેલા બન્નેએ યુવકને પતાવી દીધો હતો.સુરત શહેરમાં હત્યાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. એક યુવક પર મોબાઈલ ચોરીની શંકા રાખીને તેને ઢોર માર માર્યા બાદ તેની રેમ્બો છરો મારીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક કિશોરની અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *