Gujarat

આજે મહા વદ દસમ ના દિવસે ધરમ ની ધજા બાંધનાર પ્રાંત: સ્મરણીય ભક્ત શ્રી જલારામ બાપા ની તિથિ પ્રમાણે ૧૪૧ મી પુણ્યતિથિ,

ગિરગઢડા
ભરત ગંગદેવ…

વિશ્વ ના કોઈ પણ ખૂણે સૌરાષ્ટ્ર અને રઘુકુળ નું નામ આવે એટલે સૌથી પહેલા વીરપુર જલારામ બાપા નુ નામ માનસપટ પર ઉપસી આવે, જલારામ બાપા એવા સંત નુ ઉદાહરણ છે કે જેને આપણે વર્ષો થી ઝંખતા હતા, નરસિંહ મહેતા અે વૈષ્ણવ જન ના લક્ષણો ગાયા અેવા બધા લક્ષણો ના સંત શિરોમણી જલારામ બાપા એવા વૈષ્ણવ જન હતા, સંત શ્રી જલારામ બાપાએ સમગ્ર જીવન દરમ્યાન માનવીને જ કેન્દ્ર માં રાખ્યો છે, પોતે ખુદ એક સીધા સાદા માનવી જેવું જીવન જીવ્યા, એમની સાદગી, સેવા, નમ્રતા, સહિષ્ણુતા, સંવેદના, સમર્પણ, ત્યાગ, સમરસતા ને એકાગ્રતા થી જીવનની જોવાની દિવ્ય દ્રષ્ટિ ને કારણે જીવનમાં બનેલા બનાવો ને પણ લોકોએ અહોભાવ થી નિહાળ્યા અને ઘણી જગ્યાએ અલોકિક રીતે એમનું મૂલ્યાંકન પણ કર્યું, ભક્ત શ્રી જલારામ બાપા અે જીવતા નારને સેવવા માટે પોતાના ખોરડાં પર ધરમ ની ધજા બાંધી અને વિશ્વ ને ધર્મ અને અન્ન દાન નો મહિમા શિખવાડ્યો, વીરપુર જલારામ બાપા નુ અે વિશ્વ નુ એક માત્ર મંદિર કે ધામ છે જ્યા આજે કોઈપણ જાતનું દાન કે ભેટ સ્વીકારવા માં આવતી નથી અને દરરોજ હજારો યાત્રાળુ ઓ બાપા ના મંદિર મા ભાવ થી પ્રસાદ લે છે, જલારામ બાપા ભક્તિ કરતાં કરતાં સંત ના અે ઊંચા સ્થાન ઉપર પોહનચી ગયા હતા કે જ્યાં કોઈ વિરલ જ પોહંચે, બાપા વખત મા થઈ ગયેલ પ્રસિદ્ધ સાધુ ઓ સંતો, ભક્તો પણ એમનો આદર કરતા, જેમાં ચલાલા ના દેવા ભગત, સાયલા ના લાલજી ભગત, ખંભાળિયા ના પ્રસિદ્ધ સંત મોરાર સાહેબ, કોટડા ના પૂજ્ય જસુમા, વગેરે ભક્ત શ્રી જલારામબાપા ને પોતાને ત્યાં આદર થી સત્કાર માન સાથે તેડાવતા હતા, સંત શ્રી જલારામ બાપા ભારતભર ના સંતો કરતા અનેક રીતે અલગ હતા, તેમણે કોઈ સંપ્રદાય કે પંથ માં જોડાયા વગર કેવળ પ્રભુ નુ નામ સ્મરણ ની સાથો સાથ ભૂખ્યા ને ભોજન આપી ને એમનો એક માર્ગ બનાવ્યો અને પોતાની એક અલગ દિશા જાતે નક્કી કરી, પોતે મૌન રહી ને ગીતા મા વર્ણન કર્યા પ્રમાણે ના નિષ્કામ કર્મનું અે જીવંત ઉદાહરણ બની ગયા, ભૂખ્યાને અન્ન આપ્યું એને દુખ્યા ના દુઃખ હાર્યા,
સવંત ૧૯૩૬ ના વૈશાખ મહિના મા જલાબાપા ના ૮૦ વર્ષ ની જૈફ શરીર મા જાણે થોડી બીમારીએ પગ પેસારો કર્યો, આ વય એમની ચડતા લોહી ની ન હતી, ઢળતી અવસ્થા ની હતી, અર્થાત્ સહન કરવા ની કે રોગ સામે અે લડાઈ લડી ને પાછો ભગાડવા ની તાકાત ન હતી, બીજા ના રોગ ભગાડવા પણ પોતાના માટે રોગ ભગાડવા પ્રયત્ન સુધા ન કરતા, ૧૯૩૭ મા કારતક માસ માં તો જાણે બીમારીએ ઉછાળો માર્યો,
જલારામ બાપા ની બીમાર પડ્યા ની જાણ ધીમે ધીમે આજુબાજુ ના પંથક મા ફેલાતી ગઈ તેમ તેમ લોકો એમના દર્શન ખબર અંતર પૂછવા માટે આવવા લાગ્યા, મોટા ભાગ ના લોકો કહેતા બાપા અમારા ઘરે અમારા ગામ પધારો, ત્યાં અમે આપની સેવા કરીશું એને ઉત્તમ સારા વૈધરાજ ને બોલાવીશું, પણ પથારી મા પડ્યા પડ્યા બાપા સૌને પગે લાગી હાસ્ય વેરી ને ના પાડતા, જલારામ બાપા કહેતા: મારા ભાઈ, એમ મારા થી આવી શકાય નહિ, અને હા મારા પ્રભુ ની ઈચ્છા મરજી હસે ત્યાં સુધી અહી રહેશું એને જીવીશું, અે મને જ્યારે એની પાસે બોલાવી લેવા નો ઈશારો કરશે એટલે વાત સમાપ્ત, આ શરીર છે એને એક દિવસ સંપૂર્ણ છોડવા નું છે એનો વળી અભરખો શો ?, માટે તમારે ચિંતા કરવા ની કોઈ જરૂર નથી, બસ ભગવાન નુ ભજન કરો, મારા મા જીવને પોરવશો નહિ, બાપા બીમાર હતા પણ સૌને મીઠો આવકાર આપવા નુ ચૂકતા નહિ,
જેતપુર થી વીરપુર ના કારભારી ભીમજી વીરજી બાપા ને એમની દીકરી ના લગ્ન નુ આમંત્રણ બાપા ને આપવા આવ્યા ત્યારે બાપા અે કહ્યું : તમારું આમંત્રણ મને પોહ્નચી ગયું, મળી ગયું, આંગણે આવેલ શુભ પ્રસંગ ઈશ્વર કૃપા થી રંગેચંગે હેમખેમ પાર પડશે એવા મારા આશીર્વાદ છે, સાથે સાથે ગગી ને પણ મારા આશીર્વાદ છે, છતાંય જો તમારો આગ્રહ હોય તો પણ મારાથી આવી શકાય એવી સ્થિતિ નથી, હવે મને મારા દેહ નો કોઈ વિશ્વાસ નથી આવતો, આવતી ઉત્તરાયણ સુધી કદાચ મારો દેહ નહિ તકે,
જલા બાપા ના આ શબ્દો આજુ બાજુ બેઠેલ ભક્તો ને હચમચાવી મૂક્યો, બધા ની આંખો ભીની થઈ ગઈ, સૌને ઢીલા થયેલા જોઈ ને બાપા અે બધાને ભગવાન નુ નામ લેવાનું ક કહ્યું,વ
જલારામ બાપા અે એકઠા થયેલા સૌ ભક્તો સમક્ષ હરિરામ ની વાત કહેતા સૌને જણાવ્યું હતું કે હરી રામ હજુ નાનો છે, અે બાળક છે, અે વાત સાવ સાચી છે, પરંતુ *હરિરામ ને સહાય કરવા વાળો મારો હરી તો સૌથી બળવાન છે શક્તિશાળી છે*, તમો કશીય ચિંતા ન કરશો, તમો મારી કે આ જગ્યા, સદાવ્રત ની સહેજ ચિંતા કરશો નહિ પ્રભુ કૃપા થી એનો વિકાસ તો સતત થતો જ રહેશે, માનવી ની હસ્તી અે જ મોટો સવાલ છે કાર્ય નો હસ્તી એજ મોટો સવાલ છે, મને હરિરામ અને તમારા સૌ પર વિશ્વાસ છે, મારા આ કાર્ય ની જ્યોત સદાય જલતી રહેશે જેનોય મને વિશ્વાસ છે, થોડી વાર અે ઓરડા માં શાંતિ પથરાઈ ગઈ હતી ત્યારે જલારામ બાપા અે વધુ એકવાર સૌ સેવકજનને જણાવ્યું: *મારી જરા જેટલી ફિકર કરશો મા, હુ જીવતો લાખ નો અને મર્યા પછી સવા લાખ નો થઈશ, મારું અે વાક્ય તમો સદાય માનજો*
જલારામ બાપા જ્યારે પોતાના હૈયામાં ઘુમરાઈ રહેલ વિચારો ને વાચા આપતા હતા ત્યારે અે જગ્યા એ લગભગ ત્રણ હજાર જેટલા ભાવિકજન એમની પાસે હાજર હતા, એક તરફ સેવકો ભજન કીર્તન ભોજન કરાવતા હતા તો બીજી તરફ વળી બાપા પોતાના સેવકો ને અંતિમ બોધ આપી રહેલ એમ કરતા જાણે જલારામ બાપા ની પ્રભુ પાસે જવા ની ઘડી આવી ગઈ બાપા ની ૮૧ વર્ષ ની ઉંમરે સવંત ૧૯૩૭ મહા વદ દસમ ને બુધવારે બસ જાણે ભક્ત જલાબપા ના નશ્વર દેહ નો પૃથ્વી પર નો અંતિમ દિવસ રહ્યો, બીજી રીતે કહીએ તો જલા બાપા અે મનખા દેહરૂપી અંચળો ઉતારી ને વૈકુંઠ ની યાત્રા અે ઉપાડી ગયા, પ્રભુ પદ પામ્યા,
જલારામ બાપા ગયા ને આજ ૧૪૧ વર્ષ થયાં અે જાણે સેવાવ્રત ની સદાવ્રત ની મહેંક છોડતા ગયા, એક પ્રેરણા મૂકતા ગયા,
સંકલન – ડૉ યોગેશ વસાણી અમરનગર

IMG-20220225-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *