સુરત
સુરતમાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ લિંબાયત વિસ્તારમાં આવેલા નિલમનગર સોસાયટીમાં રહેતા સુનિલ કુમાર રામપ્રસાદ સોની પરિવાર સાથે સોમનાથ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. દરમ્યાન પરત ફરતા ઘરમાં ચોરીની ઘટના બની હતી. જેમાં ૧૯ લાખ ૪૫ હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી. દરમ્યાન પારિવારિક જમીન વિવાદમાં ફરિયાદી ભાઈના પુત્ર પ્રદીપ ઉર્ફે ગોલુંર પપ્પુભાઈ સોની જ દ્વારા ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે ગોલુની ધરપકડ કરી સોના ચાંદીના ઘરેણાં મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. ઘટના સ્થળ, હ્યુમન રિસોર્સ, અને આજુબાજુના લોકોની પૂછપરછ બાદ લાખો રૂપિયાની ચોરીમાં કોઈ જાણભેદું હોવાનું આશકા સામે આવી હતી. પોલીસે ઉપરા ઉપરી બધાની પૂછપરછ કરી શંકાસ્પદને ટ્રેસ કર્યો હતો. ચોરી બધા પરથી ઘરમાં પ્રવેશ કરી આડી વડે લોક કાપી કરવામાં આવી હતો. જાેકે ગણતરીમાં દિવસોમાં ચોર પોલીસના હાથમાં આવી ગયો હતો અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી હતી.સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ૧૯.૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. એટલું જ નહીં, પણ જમીન વિવાદમાં સગો ભત્રીજાે જ ચોરીના રવાડે ચઢ્યો હોવાનું પોલોસ તપાસમાં બહાર આવ્યું હતું.
