Delhi

વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડી સારૂં પ્રદર્શન કરશે ઃ મિતાલી રાજ

નવીદિલ્હી
ભારતીય ટીમે વર્લ્‌ડ કપથી પહેલા ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની વન-ડે સીરિઝ રમી હતી. ભારતીય ટીમે આ સીરિઝમાં ૪-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. જાેકે અંતિમ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને માત આપી હતી. તેનાથી ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે. ભારતીય ટીમની જાે વાત કરીએ તો ઘણા યુવા ખેલાડીઓ એવા છે કે આ વખતે પહેલીવાર વર્લ્‌ડ કપમાં રમી રહ્યા છે. મિતાલી રાજે તે બધા પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી છે. વર્લ્‌ડ કપ શરૂ થાય તે પહેલા પ્રેસ કોન્ફરન્સ સમયે તેણે કહ્યું કે “અમે ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં તક આપી છે. તેમાંથી ઘણા ખેલાડીઓએ કરી બતાવ્યું છે કે તેમનામાં ઘણો દમખમ રહેલો છે. ત્રુચા ઘોષ, શેફાલી વર્મા, મેઘના સિંહ અને પુજા વાસ્ત્રકર જેવા યુવા ખેલાડીઓ અમારી ટીમમાં છે. આ બધાને વર્લ્‌ડ કપ પહેલા ઘણો સારો સમય મળ્યો છે અને આ સીરિઝથી તેમને ઘણો ફાયદો થશે. તેને બાદ કરતા એક કેપ્ટન તરીકે મને પણ જાણવાની તક મળી કે ટીમ કોમ્બિનેશન કઈ પ્રકારનું રહી શકે છે અને આ ખેલાડી ક્યા સ્થાન પર ફિટ બેસે છે.” ભારતીય ટીમે ૨૦૧૭ના વર્લ્‌ડ કપમાં ફાઈનલ સુધીની સફર કરી હતી. જાેકે તેમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મિતાલી રાજ પોતાના અંતિમ વર્લ્‌ડ કપમાં ટીમને જરૂર ચેમ્પિયન બનાવવા માંગશે.ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજએ વર્લ્‌ડ કપ પહેલા યુવા ખેલાડીઓને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. મિતાલી રાજને ભરોસો છે કે યુવા ખેલાડીઓ વર્લ્‌ડ કપ પહેલા સારૂ પ્રદર્શન કરશે. તેણે વધુમાં કહ્યું કે ઘણા ખેલાડીઓએ એ કરી બતાવ્યું છે કે તે આ કક્ષાએ સારૂ પ્રદર્શન કરી શકે છે.

Mithali-Raj-young-player-of-the-Indian-team-womens-World-Cup-2022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *