International

હેલિકોપ્ટર પર લટકી પુલ-અપ્સ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો

અમેરિકા
વધુ લાઈક્સ અથવા ગિનેસ વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા માટે લોકો કેટલીક રીતે અમુક હદો પર કરે છે. અને અમુક લોકો નો એવો જુનુન, મહેનત કે આ કામ માં રિસ્ક છે પણ તેમ છતાં પણ આ કામ કરવું જ છે. તેવો એક વાયરલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આ ક્લિપને ૫૬,૦૦૦થી વધુ લાઈક્સ મળી છે અને તેની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ પોસ્ટ પર લોકોની વિવિધ પ્રકારની ટિપ્પણીઓ જાેવા મળી છે. કેટલાક લોકો પ્રભાવિત થયા હતા, તો અન્ય લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે શા માટે કોઈ આવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. કેટલાકે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ આ રેકોર્ડ સરળતાથી તોડી શકે છે. એક યુઝરે લખ્યું મને લાગે છે કે અન્ય લોકો આને હરાવી શકે છે. રોમન સહરાદ્યાન આર્મેનિયાનો છે. તેણે ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ આ રેકોર્ડ પૂર્ણ કર્યો હતો. આ વ્યક્તિ હેલિકોપ્ટરથી લટકતી વખતે પુલ-અપ્સ કરી રહી છે. હેલિકોપ્ટરથી લટકતી વખતે પુલ-અપ્સ કરતા આ વ્યક્તિનો વીડિયો ગિનેસ વર્લ્‌ડ રેકોર્ડ્‌સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગિનેસ વર્લ્‌ડ રેકોર્ડ દ્વારા આ વાયરલ વિડિયો પોસ્ટ કરાયો હતો, જેમાં કેપ્શન હતું કે, ‘એક મિનિટમાં હેલિકોપ્ટરમાંથી સૌથી વધુ પુલ-અપ્સ.’ આ ક્લિપમાં તમે જાેઇ શકો છો કે, એક વ્યક્તિ ચાલુ હેલિકોપ્ટરમાંથી ઉતરે છે અને થોડી જ ક્ષણોમાં તે હેલિકોપ્ટરમાંથી બહાર નીકળીને હવામાં લટકતો પુલ-અપ્સ કરી રહ્યો છે.

Helicopter-crash-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *