રશિયા
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર કરાયેલ લશ્કરી કાર્યવાહી સામે હજારો લોકોએ પોલીસના આદેશોને અવગણીને વિરોધ કર્યો. યુ.એસ.માં વ્હાઈટ હાઉસની બહાર પણ દેખાવકારોએ રેલી કાઢી હતી, ત્યારબાદ દિવસભર રશિયન દૂતાવાસની બહાર કલાકો સુધી દેખાવો કર્યા હતા. દેખાવકારોએ રાષ્ટ્રપતિ જાે બાયડેનને પુતિન સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી. જાે યુદ્ધ ૧૦ દિવસ સુધી ચાલશે તો રશિયા પાસે તમામ પૈસા, સ્ત્રોત અને હથિયારો ખતમ થઈ જશે. બીજી તરફ યુક્રેન પણ ઈચ્છે છે કે આ યુદ્ધ ઓછામાં ઓછા ૧૦ દિવસ ચાલે. જાે આમ થશે તો રશિયા પહેલા કરતા થોડું નબળું પડી જશે. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બે-ચાર થવું પડશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કિવ સાથે વાતચીતની આશાના સંબંધમાં શુક્રવારે બપોરે યુક્રેનમાં રશિયન સૈન્ય કામગીરીને અસ્થાયી રૂપે અટકાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ યુક્રેનિયન નેતૃત્વએ વાટાઘાટો કરવાનો ઈનકાર કર્યા પછી શનિવારે બપોરે ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. મોટી વાત એ છે કે યુક્રેન વિરૂદ્ધ હુમલા બાદ રશિયાને તેના દેશના લોકોના સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયામાં છેલ્લા ત્રણ દિવસમાં યુદ્ધ વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ૩૦૦૦થી વધુ વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે. એક મોનિટરિંગ ગ્રુપે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩,૦૯૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસે ૨૪ ફેબ્રુઆરીએ ઓછામાં ઓછા ૧૯૬૭, ૨૫ ફેબ્રુઆરીએ ૬૩૪ અને ૨૬ ફેબ્રુઆરીએ ૪૯૨ની અટકાયત કરી હતી. મોટાભાગના લોકો રશિયાના યુક્રેન પરના હુમલા અંગે શંકાશીલ હતા. તેઓને લાગ્યું કે યુદ્ધ નહીં થાય. પરંતુ પુતિને રશિયન સેનાને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો. આ પછી યુક્રેનમાં યુદ્ધની તબાહીની તસવીરો સામે આવી. તેમને જાેયા બાદ રશિયામાં પણ લોકો યુદ્ધ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રશિયાએ વિરોધ પ્રદર્શનો સામે કાયદા કડક કર્યા છે અને પ્રદર્શનકારીઓની સામૂહિક ધરપકડને મંજૂરી આપી છે.