ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા વીજળી લાઈટ પાણી સ્કૂલ અને ખેડૂતોના વેરા માફ કરવા આવેદનપત્ર આપ્યું
છેલ્લા ત્રણ મહિના થયા કોરોનાવાયરસની બીમારીને કારણે સમગ્ર રાજ્યમાં લોકોના ધંધા રોજગાર બંધ છે લોકો આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે માર્ચ મહિનાથી ગુજરાત મા પીજીવીસીએલ દ્વારા વીજબિલ માફ કરવામાં આવે નગરપાલિકા દ્વારા પાણીવેરો અને હાઉસ ટેક્સ માફ કરવામાં આવે મામલતદારના તંત્ર દ્વારા મિલકત ના કિરાયા છે તે માફ કરવામાં આવે અને રાજ્યની તમામ શાળા-કોલેજોમાં એક સત્ર છ મહિનાની તમામ પ્રકારની ફી માફ કરવામાં આવે એ માગણી સાથેનું આવેદનપત્ર આજે ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ ની આગેવાનીમાં ઉપ-પ્રમુખ લખમણભાઇ ભોપાળા મંત્રી કમલેશભાઈ વ્યાસ જગદીશભાઈ પંડિત ગુલામ બાપુ સહિતના આગેવાનોની હાજરીમાં મામલતદાર બોરખતરીયા ને આવેદનપત્ર આપી માર્ચ માસ થી તમામ શાળા-કોલેજો ની ફી માફી નગરપાલિકા દ્વારા પાણીવેરો અને મિલકત વેરો પીજીવીસીએલ દ્વારા વીજ બીલ માફ કરવાની માગણી કરતો આવેદનપત્ર આપ્યું હતું
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા


