Uncategorized

જૂનાગઢ તા.21.3.2020 ખૂન ના આરોપી ઓને ચોટીલા ધર્મશાળા ખાતે થી પોલીસે ઝડપી પડ્યા

જૂનાગઢ
તા.21.3.2020

ખૂન ના આરોપી ઓને ચોટીલા ધર્મશાળા ખાતે થી પોલીસે ઝડપી પડ્યા

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા મનોજભાઈ સિમેજીયા સોનીના ખુન બાબતે મરણજનાર મનોજભાઈ સિમેજિયાના પુત્ર રજનીકાંત મનોજભાઈ સીમેજીયા સોની ઉવ. 24 રહે. બાલાજી પાર્ક, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ દ્વારા આરોપીઓ પોતાની માતા વર્ષાબેન મનોજભાઈ સિમેજીયાં તથા હિંમતભાઈ મહેતા રહે. ધારીના વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ ફરિયાદ આધારે આરોપીઓ (1) વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા જાતે સોની ઉવ. 44 રહે. બાલાજી પાર્ક શેરી ન. 1, કોઠારીયા રોડ, રાજકોટ તથા (2) હિમતભાઈ નારણભાઇ મહેતા જાતે રાજગોર બ્રાહ્મણ ઉવ. 63 રહે. દેવડા ગામ તા. ધારી જી. અમરેલીની ધરપકડ કરી દિન 03 ના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલ છે…._

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઈ તથા સ્ટાફના પો.કો. નિલેશભાઈ, કિરણભાઈ, ગોવિંદભાઇ, દિનેશભાઇ, માનસિંગભાઈ, માનસિંગ ભલાગરિયા,ની ટીમ દ્વારા પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી હિમતભાઈ મહેતા દ્વારા પહેલા ચોટીલા ખાતે મરણ જનાર મનોજભાઈ સોનીને લઈ જઈ, ખુન કરવા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ મોકો નહીં મળેલ. જે આધારે પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફની એક ટીમ આરોપી હિમંત મહેતાને લઈને *ચોટીલા જઈને આરોપી તથા મરણ જનાર ચોટીલા ધર્મશાળા ખાતે રોકાયેલ હોવાનું શોધી કાઢી, ત્યાં જઈને સીસીટીવી ફૂટેજ તથા રજીસ્ટરમાં નોંધ અને મરણ જનારનું આઈ.ડી. પ્રુફ પુરાવાઓ* તરીકે મળી આવેલ હતું. આરોપી હિમંત મહેતાએ ગુન્હો કરવામાં વાપરેલ બાઇક તેમજ મોબાઈલ ફોન અને ગુન્હો કરવા સમયે પહેરેલ કપડા પણ આરોપીના ઘરેથી કબજે કરવામાં આવેલ છે. ઉપરાંત, *જંગલ વિસ્તારમાં દેવળીયા ખાતેથી પણ આરોપી ગુન્હો કરવા સમયે બાઇકમા મરણ જનારને લઈને નીકળતા, સીસીટીવી ફૂટેજ* મળી આવેલ હતા. પોલીસ દ્વારા *સીસીટીવી ફૂટેજ આધારે સાયન્ટિફિક સાયોગિક પુરાવાઓ પણ એકત્રિત કરવાની કાર્યવાહી* કરવામાં આવેલ છે……._

આમ, મેંદરડા ખાતે બનેલ ખૂનના બનાવમાં મરણ જનાર મનોજભાઈ સોની ની પત્ની વર્ષાબેન સોની અને પ્રેમી હિંમતભાઈ મહેતા રાજગોર બ્રાહ્મણ દ્વારા આડખીલી રૂપ પતિને મોતને ઘાટ ઉતારી દીધાની વિગતો તપાસ દરમિયાન જાણવા મળતા, બને આરોપીઓની ધરપકડ કરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવી, વધુ પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ છે. પોલીસ રિમાન્ડ પુરા થતા, બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે. વધુ તપાસ મેંદરડા પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…_

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ

IMG-20200321-WA0013-2.jpg IMG-20200321-WA0014-1.jpg IMG-20200321-WA0015-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *