Maharashtra

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સૌથી વધુ કમાણી કરી

મુંબઈ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈએ શરૂઆતના દિવસે જ ઘણી કમાણી કરી છે. જાેવા જઈએ તો આલિયાની ફિલ્મ કોરોના અને લોકડાઉન પછી રિલીઝ થયેલી આ ત્રીજી ફિલ્મ છે, જેણે સૌથી વધુ કમાણી કરી છે. આલિયાની ગંગુબાઈએ ઓપનિંગ ડે પર ૧૦.૦૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે ૧૪ કરોડની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મની કુલ કમાણી – ૨૪.૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આલિયા ભટ્ટની ફિલ્મ પેન્ડેમિક ટાઈમમાં સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. નંબર વન પર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી રૂપિયા ૨૬,૨૯ કરોડની કમાણી કરીને પ્રથમ સ્થાને છે. ૧૨.૬૪ કરોડની કમાણી સાથે રણવીર સિંહની ફિલ્મ ૮૩ બીજા નંબરે રહી હતી. ગંગુબાઈ કાઠિયાવાડી હવે ૧૦.૫૦ કરોડ રૂપિયા સાથે ત્રીજા નંબરે છે. આલિયાના ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મ થિયેટરોમાં આવી ત્યારથી દરેકની નજર બોક્સ ઓફિસ પર ટકેલી હતી કે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી પહેલા દિવસે કેવું અદ્ભુત પ્રદર્શન કરશે. આવી સ્થિતિમાં પહેલા અને બીજા દિવસે સારી કમાણી કર્યા પછી પણ ‘ગંગુબાઈ’નો આ આંકડો લાંબો સમય જળવાઈ રહેશે? દરેકના મનમાં આ પ્રશ્ન છે. આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ થિયેટરોમાં આવતાની સાથે જ ચાહકોના દિલ જીતી લીધા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈએ શરૂઆતના દિવસે જ ઘણી કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ જણાવ્યું છે કે, આ સાથે એવું માનવામાં આવે છે કે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ આવનારા દિવસોમાં ચોક્કસથી વધુ ધૂમ મચાવશે.

Gangubai-made-a-big-fuss-at-the-box-office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *