Uncategorized

આદર્શ નિવાસી(અ.જા.) કન્યા શાળા અમરેલી ધો. ૯-૧૦માં પ્રવેશની પ્રક્રિયા શરૂ

આદર્શ નિવાસી(અ.જા.) કન્યા શાળા અમરેલી ધો. ૯-૧૦માં પ્રવેશની પ્રક્રિયા શરૂ

મો.નં. ૯૭૨૩૨ ૫૯૨૯૨ તેમજ ૯૯૦૪૭ ૩૪૧૭૨ ઉપર ડોક્યુમેન્ટ મોકલી નામ નોંધાવી શકાશે

અમરેલી, તા: ૨૮ મે

નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત અનુસૂચિત જાતિની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા અમરેલી શહેરમાં કાર્યરત છે. “સહિયોગ”બ્લોક નંબર ૧૩, મંગલ સોસાયટી, બટારવાડી ખાતે કાર્યરત આ શાળામાં ધોરણ ૯ અને ૧૦ માટે ૨૦૨૦-૨૧ વર્ષમાં પ્રવેશ ચાલુ છે. હાલ લોકડાઉન ની પરિસ્થિતિમાં શાળાએ ન આવી શકાય તો મોબાઇલ નંબર ૯૭૨૩૨ ૫૯૨૯૨ તેમજ મો.નં. ૯૯૦૪૭ ૩૪૧૭૨ પર શાળા છોડયાનું પ્રમાણપત્ર તેમજ માર્કશીટની કોપી નોંધાવી શકાય છે.

લોકડાઉન ખુલ્યા બાદ સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન શાળાએ આવી ફોર્મ ભરી શકાશે. આ સંસ્થામાં સરકારશ્રી તરફથી કન્યાઓને રહેવા જમવાની સુવિધા તેમજ ગણવેશ, બુટમોજા, સ્ટેશનરી, પાઠયપુસ્તકો જેવી તમામ સગવડો પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *