અમરેલી જીલ્લા મહિલા સામખ્ય દ્વારા સાવરકુંડલા તાલુકા ના છાપરી ગામે ચાલતી મનરેગા યોજના ના શ્રમિકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. – કોરોનાં વાયરસ અંગે જાગૃતિ તથા મનરેગા યોજના ની માહિતી આપવામાં આવી.
અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત સાવરકુંડલા તાલુકા ના છાપરી ગામ ખાતે મનરેગા યોજના રાહત કામગીરી ના શ્રમિકો ને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરી કોરોનાં વાયરસ અંગે જાગૃતિ તથા મનરેગા યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી આ તકે અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ના ઈન્ચાર્જ ઈલાબેન ગોસાઈ, હેતલબેન રેણુકા, કિરણબેન મકવાણા વગેરે સંઘ ના બહેનો જોડાયા હતા.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી સાવરકુંડલા.




