ભેસાણ તાલુકા ના ડમરાળા ની સિમ માં જુગાર રમતા ,2,76 લાખનો મુદા માલ જપ્ત કરતી ભેસાણ પોલીસ
રેન્જ ડીઆઈજી મનીદર પ્રતાપસિંહ પવાર અને એસ, પી સૌરભસિંગની સૂચના તેમજ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્સન હેઠળ લોકો ડાઉનની આડમાં થતી જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા પેટ્રોલીગ દ્વારા આજ રોજ પી એસ આઈ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા હેડ કોન્ટેબલ આર, જી પરમાર સંયુક્ત બાતમીના આધારે હકીકત મળેલ ડમરાળા ગામની ઉગમની સીમમાં વોકળામાં જાહેરમાં ગંજીપતાના પાના તેમજ પૈસા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસા ની હાર જીત કરતા જેથી ત્યાં રીડ કરી 2,76, લાખનો મુદ્દા માલ જપ્ત કરરાયો તેમજ રેઇડ દરમ્યાન ગોબરભાઈ બાભરોળિયા, સંજયભાઈ જીજુવાડિયા, હિરેન બામણ, વલ્લભભાઈ ગોધાણી, અતુલભાઈ સાવલિયા, કમલેશભાઈ ધાંધલ, હરસુકભાઈ સાવલિયા બદ્ધા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ રેઇડ માં પી એસ આઈ ચૌધરી, હેડ કોન્સ ડી ટી ગઢવી, તેમજ હેડ કોન્સ આર જી પરમાર, કોન્સ કમલસિંહ , દેવભાઈ,સંજયભાઈ, જીનાભાઈ, બળદેવસિંહ, નાથાભાઇ પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


