જૂનાગઢ પોલીસને રાત્રીના દોઢ બે વાગ્યે ધરછોડી ને જતી રહેલ અસ્થિર મગજની એક યુવતી મળી આવતા પરિવારના સભ્યોને સોંપતા સ્વજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
💫 _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે તેવા પ્રયત્નો પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_
💫 _જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.સોલંકી તથા સ્ટાફ નાઈટ રાઉન્ડમાં હતા દરમિયાન *સક્કરબાગ ખાતેથી રાત્રીના દોઢ બે વાગ્યાના અરસામાં અસ્થિર મગજની એક યુવતી મળી આવેલ* હતી. જેની સારસંભાળ કરી, વ્યવસ્થિત વિશ્વાસમાં લઈને પૂછપરછ કરવામાં આવતા, આ યુવતીનું નામ માયાબેન હોવાનું અને તે જૂનાગઢના બીલખા રોડ ઉપર આવેલ ધરાર નગર વિસ્તારમાં રહેતી હોવાની તેમજ તેની માતાનું નામ પુરીબેન અને પિતાનું નામ મનજીભાઈ સલાટ હોવાનું તેમજ પોતાને ત્રણ સંતાન તારા, પ્યારું અને પવન હોવાની વિગત જાણવા મળેલ હતી…_
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.સોલંકી તથા સ્ટાફના હે.કો. અલતાફભાઈ, વિપુલભાઈ, જીવાભાઈ, અજયસિંહ, પૃથ્વીરાજસિંહ, હો.ગા. મકબુલભાઈ સાહિતની ટીમ સાથે બીલખા રોડ ધરાર નગર ખાતે પહોંચી, તપાસ કરાવતા, *મળી આવેલ યુવતી માયાબેનના પરિવારને શોધી કાઢવામાં આવેલ અને મળી આવેલ માયાબેનના પરિવારના ફૂલીબેન મનજીભાઈ સલાટ તથા કાળુભાઇ મનજીભાઈ સલાટને સોંપવામાં આવેલ હતી. અસ્થિર મગજની યુવતી પોતાના પરિવારના સભ્યોને મળતા, લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને મળી આવેલ યુવતી માયાબેનના સ્વજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના કુટુંબના સભ્યોના ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી…_
💫 __જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલ
ગુમ થયેલ માયાબેન અસ્થિર મગજની હોઈ, અવાર નવાર ઘર છોડીને જતી રહે છે અને અહિયાથી જૂનાગઢ ખાતેથી જ મળી પણ આવે છે. ભૂતકાળમાં પણ પાંચેક માસ પહેલા ફરતા ફરતા વઢવાણ તાલુકાના કેરાળા ગામેથી 181 પોલીસ વાન ને મળી આવતા, તેઓએ બગોદરા માનવ સેવા આશ્રમ સંસ્થા દ્વારા પોલીસનો સંપર્ક કરી, અસ્થિર મગજની યુવતીનું જૂનાગઢ પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે મિલન કરાવતા, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


