ખોટી માહિતી આપવા બદલ ગુન્હો નોંધતી જૂનાગઢ પોલીસ મુકેશ માવણી આર્થિક ભીંસના કારણે પોતાના જ ઘરમાં આપવાના પાંચ લાખ રૂપિયા આપવા ના પડે તે હેતુથી થોડું એસિડ પી હોસ્પીટલમાં દાખલ થયો
💫 _તા. 27.05.2020 ના રોજ બપોરના સમયે જૂનાગઢ શહેરના જોશીપરના રહીશ મુકુંદ ઉર્ફે મુકેશ કાંતિલાલ માવાણી પટેલનું *કોઈ અજાણ્યા ચાર ઈસમોએ કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવી, જૂનાગઢ બાયપાસ રોડ પલાઝમાં સ્કૂલના ઢોળા પાસે, પોતાની આર્ટિકા કારને આંતરી, અપહરણ કરી, ઝેરી દવા જેવું કાંઈક પીવડાવી, રૂ. પાંચ લાખની લૂંટ કરી, લઈ ગયેલ હોવાની ફરિયાદ* સાથે ઝાંઝરડા ચોકડી ડો. વિરાણીના દવાખાનામાં દાખલ થયેલ હતા. આ બાબતની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને કરવામાં આવતા પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા *તાત્કાલિક નાકાબંધી* કરાવી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી…_
💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં કોરોના વાયરસ અનુસંધાને લોક ડાઉન અમલમાં હોઈ, એવા સમયે *અપહરણ, લૂંટના બનાવની ગંભીરતા ધ્યાને* લઇ, તાત્કાલિક જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, ટેક્નિકલ સેલ સહિતના અધિકારીઓ તથા સ્ટાફની ત્રણ ટીમો બનાવી, સઘન તપાસ હાથ ધરવા સુચનાઓ* કરવામાં આવેલ હતી…._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ. સોલંકી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. આર.સી. કાનામીયા, ટેક્નિકલ સેલના પીએસઆઇ અજિત નંદાણીયા, પ્રતીક મશર સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. નાથાભાઇ, વિરમભાઈ, સંજયસિંહ, પો.કો. જૈતાભાઈ, સહિતની જુદી જુદી ત્રણ ટીમો દ્વારા તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવતા, ભોગ બનનાર મુકુંદ ઉર્ફે મુકેશ કાંતિલાલ માવાણી પટેલ ઉવ. 33 રહે. નીલમાધવ એપાર્ટમેન્ટ, જોશીપરા, જૂનાગઢ સંપૂર્ણ ભાનમાં હોઈ, પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલ હકીકત મુજબ *શહેરના સીસીટીવી ચેક કરવામાં આવતા, કોઈ કાળા કલરની સ્કોર્પિયો કાર* બાયપાસ રોડ ઉપર કે આજુબાનું ના રોડ ઉપર પણ જોવામાં આવેલ ના હતી. જેથી *બનાવ પ્રાથમિક દૃષ્ટિએ જ ઉપજાવી કાઢી, લૂંટની સ્ટોરી બનાવેલાનું જણાતા,* પૂછપરછ દરમિયાન પહેલાતો પોતાની સાથે ઉપર મુજબ જ બનાવ બનેલાની હકીકત જણાવી, પોતાની વાતને વળગી રહેલ હતો. પરંતુ, પોલીસ અધિકારીઓ દ્વારા ભોગ બનનાર મુકેશ માવાણીની *અસલ પોલીસ સટાઇલમાં સઘન પૂછપરછ દરમિયાન ક્રોસમાં અમુક સવાલો કરવામાં આવતા, ભોગ બનનાર મુકેશ માવાણી ભાંગી પડ્યો હતો અને પોતાને પોતાના ભાઈ તથા પિતાએ કટકે કટકે રૂપીયા પાંચ લાખ આપેલ હતા. જે આજરોજ પાક ધીરણના રૂપિયા બેન્ક ઓફ બરોડામાં ભરવાના હોઈ, પોતાની પાસે અગાઉ આપેલ રૂપિયા ખર્ચ થઈ ગયેલ હોઈ, રૂપિયા પાંચ લાખ આપી શકે તેમ ન હોઈ, આ બાબત પોતાના પિતા અને ભાઈને જણાવશે તો શું જવાબ આપશે..? તેવું વિચારી આ સ્ટોરી બનાવેલાની હકીકત પોલીસ સમક્ષ જણાવી, વટાણા વેરી દીધા હતા. પોતાનું કોઈ અપહરણ થયેલ નથી કે દવા પાઈને લૂંટ કરવામાં આવેલ નથી, પોતે આર્થિક ભીંસના કારણે ખોટી સ્ટોરી બનાવી, જાતે એસિડ નું એક ઢાંકણું પી ને ખોટી હકીકત જણાવેલાની કબૂલાત* કરવામાં આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી…_
💫 _આમ, જૂનાગઢ શહેરના *યુવાન દ્વારા આર્થિક ભીંસના કારણે પોતાના જ ઘરમાં આપવાના પાંચ લાખ રૂપિયા આપવા ના પડે તે હેતુથી ખોટી લૂંટ, અપહરણની સ્ટોરી બનાવી, જાતે થોડું એસિડ પી હોસ્પીટલમાં દાખલ* થયેલ હતો. પરંતુ, *જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ટીમ વર્કથી સંકલિત કાર્યવાહી હાથ ધરતા અને જૂનાગઢ પોલીસની સતર્કતા ના કારણે ગણતરીના કલાકોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી, જુઠ્ઠાણું પકડાઈ જતા, ભોગ બનનાર તથા તેના પરિવારજનો પોલીસ સમક્ષ ક્ષોભ જનક પરિસ્થિતિમાં* મુકાઈ ગયેલ હતા…_
💫 _હાલમાં તો, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી દ્વારા સરકાર તરફ ફરિયાદિ બની, *ભોગ બનનાર મુકુંદ ઉર્ફે મુકેશ કાંતિલાલ માવાણી પટેલ વિરુદ્ધ પોલીસ સમક્ષ ખોટી માહિતી આપવા બાબત ગુન્હો* નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ
