Gujarat

સામખીયાળીમાં ટ્રક, ટ્રેકટર, જેસીબી વચ્ચે અકસ્માતમાં ૧નું મોત

ભુજ
કચ્છના પ્રવેશદ્વાર સમા સામખીયાળી ધોરીમાર્ગ પર લાકડીયા તરફથી ટ્રોલીમાં ગાજર ભરીને આવતા ટ્રેક્ટર અને જેસીબી મશીનને ટ્રકની ટક્કર લાગતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક નીચે પડી જતા તેના પર જેસીબી મશીનનું ટાયર ચડી જતા મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી. હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનસ્થળે દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવાયો હતો અને ટાયર નીચે ફસાયેલા હતભાગીને બહાર લવાયો હતો. પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.પૂર્વ કચ્છના સામખીયાળી ગામ નજીક હાઇવે પરની હોટેલ અમીઝરા સામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક, ટ્રેક્ટર અને જેસીબી મશીનના ત્રેવડા અકસ્માતને લઈ લાકડીયા તરફથી આવતા વાહનો થોડીવાર માટે બાધિત થયા હતા. આ અકસ્માતમાં મૂળ આધોઇ ગામના ૪૨ વર્ષીય નારણ હરિ પ્રજાપતિ નામના આધેડનું ઘટનાસ્થળે જ જેસીબી નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.

Accident-between-JCB-tractor-and-truck.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *