Maharashtra

શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની આગામી ફિલ્મ ૮ માર્ચ ૨૦૨૩ના રોજ રિલીઝ થશે

મુંબઈ
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે જાેવા મળવાના છે. ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં બંને એક્ટર જાેવા મળશે.તમને જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષથી શરૂ થઈ ગયું છે, જાેકે ફિલ્મના નામની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ આ ફિલ્મ આવતા વર્ષે પ્રજાસતાક દિવસે રિલીઝ થવાની હતી. જાે કે હવે ફિલ્મની નવી તારીખ સામે આવી છે. આ અંગે ખુદ લવ રંજને માહિતી આપી છે. લવ ફિલ્મસે આ અંગે ટિ્‌વટ કરીને લખ્યુ કે,’લવ રંજન ની અનટાઈટલ ફિલ્મ જેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર જાેવા મળશે. આ ફિલ્મ હોળીના અવસર પર ૮ માર્ચ ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.’ રણબીર સિવાય શ્રદ્ધા, લવ અને રણબીર પણ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. લવ રંજન વિશે તમને જણાવી દઈએ કે તેણે ‘પ્યાર કા પંચનામા’ જેવી હિટ ફિલ્મ આપી છે. તેણે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી શાનદાર ફિલ્મોથી દર્શકોનુ ધ્યાન ખેંચ્યુ છે. બોની કપૂર બોલિવૂડના મોટા પ્રોડ્યુસર છે અને હવે તેઓ આ ફિલ્મ દ્વારા એક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. અર્જુન કપૂર અને જ્હાન્વી બાદ હવે બોની પણ ફિલ્મમાં પોતાની કમાલ બતાવશે. તેથી ચાહકો બોનીને મોટા પડદા પર જાેવા માટે ઉત્સાહિત છે. તાજેતરમાં જ લવ રંજને આગ્રામાં લગ્ન કર્યા હતા. લગ્નમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પત્રલેખા, અર્જુન કપૂર અને કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર પણ લવને લગ્ન માટે ચાહકો સહિત સેલેબ્સે અભિનંદન આપ્યા હતા. લવના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

lUV-Ranjan-Untitled-Film.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *