રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના બે મોટા ગામ કોલકી અને ભાયાવદર ગામને જોડતા રોડ ઉપર દરરોજ ના ઘણા વાહનો અવર જવર થાય છે આ રોડ ઘણા સમય થી સાવ બિસમાર હાલત થઈ ગયેલ હોય ભાજપ કોંગ્રેસ ના રાજકારણો વચ્ચે મંજુર થઈ ગયેલ રોડ નું કામ અટવાયેલુ પડ્યું હતું આ રોડ બનાવવા ની અહીંના આગેવાનો એ ઘણી વખત પૂર્વ ધારાસભ્યને રજુઆત કરવા છતાં આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું ન હતું ત્યાર બાદ 2018/19 ની ચૂંટણી આવતા સ્થાનિક આગેવાનોએ લલિત વસોયાને રજુઆત કરતા તેઓએ તેમની ગ્રાન્ટમાંથી 85 લાખ રૂ! આ કામ માટે ફાળવી આપ્યા હતા પણ રાજકીય ચળસા ચળશી માં અટવાયેલા રોડ આજ દિન સુધી થવા ન પામ્યો હતો પણ હવે આ અટવાયેલા રોડ ની
મંજુરી થતા ધારાસભ્ય લલીતભાઈ વસોયા ભાયાવદર નગરપાલિકા ના ચેરમેન નયનભાઈ જીવાણી કોલકી ગામના સરપંચ રમેશભાઈ ખાંટ માજી સરપંચ હેમંતભાઈ આરદેશણા ના હાથે ખાત મૂર્હત કરાવીને રોડનુ કામ શરૂ કરવામાં આવેલુ હતું
આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કોલકી ભાયાવદર ભાજપનો ગઢ ગણતા હતા ગત ચૂંટણીમાં ત્યાંથી લીડ ન નીકળતા આ બંને ગામ ને બતાવી દેવા માજી ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા આ ગામના કામમાં રોડા નાખીને કામ ન થાય તે માટે સરકારમાં સાચી-ખોટી રજૂઆતો કરી અધિકારીઓ પાસે કામ ન કરવા દબાણ કરતા હતા પરંતુ ગ્રાન્ટમાંથી ૮૫ લાખ રૂપિયા કામ માટે ફાળવેલ હોય આ કામ કરવાની જવાબદારી હોય સતત વિરોધ છતાં આ 6 થી 7 કિલોમીટર રોડનું કામ શરૂ કરવામાં સફળતા રહી અને આ બંને ગામના આગેવાનોને સાથે રાખી રોડ નું મુહૂર્ત કરવામાં આવેલ છે
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા



