યુએન
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આજે યુએનજીએમાં રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ૧૯૩-સભ્યોની જનરલ એસેમ્બલીએ યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા માટે મતદાન કર્યું અને યુક્રેન સામે રશિયાના આક્રમણની સખત નિંદા કરી. સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. ઠરાવમાં પરમાણુ દળો તૈયાર કરવાના રશિયાના ર્નિણયની પણ નિંદા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બેલારુસની ભાગીદારીની પણ નિંદા કરવામાં આવી હતી. ઠરાવમાં રાજકીય સંવાદ, મધ્યસ્થી અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષના તાત્કાલિક શાંતિપૂર્ણ નિરાકરણની હાકલ કરવામાં આવી છે. જેમાં રશિયા વિરુદ્ધ ૧૪૧ વોટ પડ્યા જ્યારે સમર્થનમાં માત્ર ૫ વોટ પડ્યા. અને ૩૫ દેશોએ તો યુએનજીએમાં ભાગ જ ન લીધો આ પહેલા ભારતે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (ેંદ્ગજીઝ્ર)માં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવથી પણ પોતાને દૂર રાખ્યા હતા. ભારતે ન તો તેની તરફેણમાં મતદાન કર્યું કે ન તો તેનો વિરોધ કર્યો. તે સમયે, ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે યુક્રેનમાં તાજેતરના ઘટનાક્રમથી ભારત ખૂબ જ પરેશાન છે. ભારત ઇચ્છે છે કે હિંસાનો વહેલી તકે અંત આવે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેનની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો અને આ પ્રસ્તાવમાં રશિયન હુમલાની નિંદા કરવામાં આવી છે. રશિયા સામેના ઠરાવમાં ભારતે પોતાને દૂર રાખ્યુ હતા અને આ બાબત મતદાન કર્યુ ન હતું. તમને જણાવી દઈએ કે ેંદ્ગજીઝ્ર બાદ ેંદ્ગય્છમાં પણ ભારતે ગેરહાજર રહીને પ્રસ્તાવથી પોતાને દૂર રાખ્યા હતા. રશિયા સિવાય બેલારુસ, સીરિયા, નોર્થ કોરિયા, એરિટ્રિયાએ રશિયાની તરફેણમાં મતદાન કર્યું. યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ યુરોપિયન યુનિયનમાં યુક્રેનના સભ્યપદ માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ અરજી યુરોપિયન યુનિયનમાં ફ્રાન્સના કાયમી પ્રતિનિધિ લેજિસલ-કોસ્ટાને સબમિટ કરવામાં આવી હતી. ઝેલેન્સકીએ યુક્રેનિયન સંસદના વડા, વર્ખોવના રાડા અને વડા પ્રધાન દિમિત્રી શ્મિગેલ સાથે સંયુક્ત વિનંતી પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, મેં યુક્રેનની યુરોપિયન યુનિયન સભ્યપદ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. મને ખાતરી છે કે અમે આ હાંસલ કરી શકીશું. સોમવારે, ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનને પણ સંબોધિત કર્યું. આ પહેલા યુક્રેનને યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપવા માટે મંગળવારે યુરોપિયન સંસદમાં મતદાન થયું હતું. આ દરમિયાન યુક્રેનની તરફેણમાં ૬૩૭ વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં ૧૩ વોટ પડ્યા. તે જ સમયે, મતદાન દરમિયાન ૨૬ પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા. આ રીતે યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ પર મહોર લાગી ગઈ છે. આ મતદાન સંપૂર્ણપણે એકતરફી હતું.


