રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય *શ્રી નરેન્દ્રભાઈ મોદી* સરકાર દ્વારા ચાલી રહેલ *મિશનગંગા* દ્વારા અમરેલી બ્રાહ્મણ સોસાયટીના *શ્રી દર્શિત સુરેશભાઈ રામાણી* વતન પરત આવતા જિલ્લા ભાજપ પ્રમુખ *શ્રી કૌશિકભાઈ વેકરિયા*, સંગઠન પ્રભારી *શ્રી સુરેશભાઈ ગોધાણી* એ સન્માનિત કરી આવકાર્યા હતા.
આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રામભાઇ સાનેપરા, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ વેકરિયા, ભાજપ અગ્રણી શ્રી ચંદુભાઈ રામાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


