Gujarat

સુરતના કીમમાં ફલેટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

સુરત
સુરતના કીમ નજીક આવેલી ચિરાગ રેસિડેન્સીના એક ફ્લેટમાંથી યુવકનો શંકાસ્પદ રીતે યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ ચાર મિત્રો પૈકી બીજાે ઘવાયેલી હાલતમાં મળી આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે બે મિત્રો ભાગી ગયા હોવાનું ઇજાગ્રસ્ત મિત્રએ જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત અવતાર સિંગએ જણાવ્યું હતું કે, અંદરો અંદરના ઝઘડામાં બે મિત્રોએ ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. ઝઘડાનું કોઈ કારણ જાણતો નથી. ઝઘડો ચિરાગ રેસિડેન્સીના બી-૮ વિભાગના ફ્લેટ નંબર ૨૦૨માં થયો હતો. પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત હાલતમાં ગોરાસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અવતારસિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઇજાગ્રસ્ત અને મૃતક બન્ને અમૃતસર પંજાબના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કીમ પોલીસ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે ૨-૩ દિવસ પહેલા જ વતન પંજાબથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. વતનવાસીઓ સાથે એક જ રૂમમાં રહેતો હતો. રૂમમાં અદરો અંદરના ઝઘડામાં પેટમાં ચપ્પુ ઘુસાડી બે જણા ભાગી ગયા હતા. વતનમાં બહેન પિતાની જવાબદારી નિભાવતા સુરત કામની શોધમાં આવ્યો હતો.

The-body-was-found.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *