Gujarat

ગાડી પલટી ખાઈ જતાં ૬ જાનૈયાઓને ઈજા થઈ

મહેસાણા
વડગામના તેનીવાડા ગામના કાંતિભાઇ મગનભાઇ પરમારના દીકરા ભાવેશના લગ્નની જાન બુધવાર સવારે અલગ-અલગ ગાડીઓમાં સતલાસણાના ભીમપુર ગામે આવી હતી. લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલા જાનૈયાઓની ગાડી (જીજે ૦૧ એફટી ૭૦૯૮) ખેરાલુના ચાણસોલ- કોદરમ ગામ વચ્ચેથી પસાર થતી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી ખેતરમાં પલટી મારી ગઇ હતી. ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકોએ ઇજાગ્રસ્ત થયેલા ૬ વ્યક્તિઓને બહાર કાઢી ૧૦૮માં સારવાર અર્થે ખેરાલુ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડનગર સિવિલમાં રિફર કરાયા હતા. ખેરાલુ પોલીસે ગાડીચાલક સામે ફરિયાદ નોંધી છે.વડગામ તાલુકાના તેનીવાડાથી સતલાસણાના ભીમપુર ગામે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલા જાનૈયાઓને ખેરાલુના ચાણસોલ-કોદરામ વચ્ચે અકસ્માત નડતાં ૬ જાનૈયાઓને ઇજા પહોંચી હતી. ગાડીનો ચાલક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમતાં ગાડી ખેતરમાં પલટી મારી ગઇ હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ ની મદદથી ખેરાલુ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *