ઊનાના ચાંચવડ રોડ પર ત્રિપલ સવારીમાં આવેલા ત્રણ શખ્સોએ વાડીએ જતા બે યુવાનને રોકાવી ક્યા જાવ છો તેમ કહેતા યુવાનએ બાઇક પર ત્રણેય શખ્સોના ફોટા પાડેલ હોય આ ફોટા કેમ પાડ્યા તેમ કરી ભુંડી ગાળો કાઢી છરી વડે હુમલો કરતા યુવાન લોહીલોહાણ હાલતમાં હોસ્પીટલે ખસેડાયેલ આ અંગે ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પાપ્ત વિગત મુજબ કૃણાઇ ઉર્ફે સુઝલ રવિ બાંભણીયા, જયેશ ધનજી તેમજ સંજય આ ત્રણ શખ્સોએ રાત્રીના સાડા દશ વાગ્યની આાસપાસ દિનેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી તેમજ મનિષભાઇ કાળાભાઇ બાંભણીયા બન્ને પોતાની વાડીએ જતા હતા. ત્યારે ચાંચકવડ રોડ પર આવેલ બાયપાસ પુલ નીચે આ ત્રિપલ સવારીમાં આ શખ્સોએ કહેલ અત્યારે આ રસ્તા પર ક્યા જાવ છો તેમ કહેતા મનિષભાઇએ આ શખ્સોના ફોટા મોબાઇલમાં પાડેલ હોય આ શખ્સોએ ગાડીના ફોટા કેમ પાડ્યા તેમ કહી ગાળો આપી તેની પાસે રહેલ છરી વડે હુમલો કરતા કપાડ, ડાબા કાન, તેમજ માથામાં ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યા હોય આ બાબતે દિનેશભાઇએ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


