Gujarat

નાયબ પોલીસ અધિક્ષકની કચેરી છોટાઉદેપુર દ્રારા કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી ચીખલી ગામે રસ્તા ઉપરથી મોટર સાયકલ ઉપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ-૧૧૫ બોટલો સાથે બે આરોપીઓને ઝડપી પાડી  કુલ કિ.રૂ.૧૪૫,૩૭૫/- નો પ્રોહી મુદદામાલ ઝડપી ગણનાપાત્ર કેસ કરવામાં આવ્યો…  

ધર્મેન્દ્ર  શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશનના કાયદાનું કડક રીતે પાલન થાય તેમજ પ્રોહી બુટલેગરો પોતાની ગેરકાયદેસરની પ્રવૃતી કરતા અટકે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક  એ.વી.કાટકડ નાઓએ પોતાના અંગત બાતમીદારોને સક્રીય કરેલ હતા. દરમ્યાન આજરોજ અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે કવાંટ પોલીસ સ્ટેશનના મોટી ચીખલી ગામેથી પસાર થતા રોડ ઉપર મોટર સાયકલ ઉપર મુકીને ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશી દારુ નિકળવાનો છે  તેવી હકિકત મળતા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ સ્ટાફના પોલીસ માણસોને બાતમી હકિકતથી વાકેફ કરી તાત્કાલીક હકિકતમાં જણાવ્યા મુજબની જય્ગાએ જવા રવાના કરેલ હતા દરમ્યાન  મોટી ચીખલી ગામે પહોચી વોચમાં ગોઠવાય ગયેલ થોડી વારમાં હકિકતમાં જણાવ્યા મુજબની મોટર સાયકલ આવતા તેને કોર્ડન કરી મોટર સાયકલ ચલાવનાર તથા તેની પાછળ બેઠેલા ઇસમને પકડી લીધેલ  સદર મોટર સાયકલ ઉપર કોથળામાં  ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટટી બોટલો મળી આવેલ જે કુલ બોટલ નંગ-૧૧૫ કુલ કિંમત રૂપીયા-૬૦,૩૭૫/-નો પ્રોહી મુદદામાલ તેમજ પ્લ્સર મોટર સાયકલની કિ.રૂ.૭૫૦,૦૦/- તથા અંગ ઝડતીમાથી મળેલ મોબાઇલની કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદદામાલ કબજે કરી પકડાયેલ આરોપી (૧) સુખલાભાઇ લાલીયાભાઇ ભીલ રહે.ભુંડમારીયા તા.કવાંટ તથા (૨) સુખરામભાઇ મનસીંગભાઇ ભીલ રહે.કરવી તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓની પુછપરછ કરતા જણાવેલ કે સદર મુદદામાલ (૩) દલસીંગભાઇ વેચાણીયા ભૈડીયા રહે. ખેરવાડ તા.સોંઢવા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ)નાઓ પાસેથી લાવેલ અને (૪) સેવનભાઇ વેચાણીયાભાઇ ભીલ રહે.ભુંડમારીયા તા.કવાંટ નાઓને આપવાનું જણાવતા હોય જેથી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
                             આમ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ તથા તેઓના સ્ટાફના માણસોએ પ્રોહી.બુટલેગરો દ્રારા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાસ કરી  કુલ કિંમત રૂપીયા-૧૪૫૩૭૫/- નો મુદ્દામાલ ઝડપી પાડી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આરોપી વિરૂધ્ધમાં આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220305-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *