ઊનાના કંસારી ગામના બાયપાસ પરથી કારમાં દારૂની બોટલો તથા બીયરના ટીનના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડેલ અને કારમાં દારૂ ભરી આપનાર સહીત ત્રણ શખ્સો વિરૂધ પોલીસે ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સુરેશ અરજણ મકવાણા, વનરાજ ભગુ વાળા, તેમજ હાજર નહી મળી આવેલ અફઝલ ઉર્ફે ભુરો આ શખ્સો કાર નં.જીજે ૦૧ એચ એસ ૯૫૮૫ માં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા એલસીબી એન વી કછોટ, રાજુભાઇ ગઢીયા, શૈલેષભાઇ ડોડીયા, સંદિપભાઇ ઝણકાટે કંસારી ગામ બાયપાસ હાઇવે પાસે વોચ ગોઠવી કારને રોકાવી તલાસી લેતા કારમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન નં. ૨૧૬ કિ.રૂ.૧,૫૩,૫૦૦ ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડેલ અને પોલીસે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો અફઝલ ઉર્ફે ભુરો એ કારમાં ભરી આપેલ હોવાનું ખુલતા શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.
