Gujarat

તારાપુર હાઈવે પરથી રેતી ભરેલા ૩ ડમ્પરને ખનીજ વિભાગે ઝડપ્યા

આણંદ
આણંદના ખાણ ખનીજ વિભાગ દ્વારા તારાપુર-વટામણ રોડ ઉપર રેતી ભરીને જતા ડમ્પરો અટકાવીને તલાસી લેતા ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગે જીજે-૧૨-બીડબ્લ્યુ-૩૩૦૭, જીજે-૧૩-એડબ્લ્યુ-૭૧૯૩ અને જીજે-૧૩-એડબ્લ્યુ-૭૫૦૯ના ચાલકો પાસે પરમીટની માંગણી કરી હતી. તેમજ તપાસ કરતા ઓવરલોડ રેતી ભરેલી જણાઈ આવી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા હતા. તેમજ ખાણ ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર માલિકોને નોટીસ પાઠવીને દંડ ભરી જવા જણાવ્યું છે.આણંદ જિલ્લામાં રેતી ખનની વાત નવી નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના તળાવો, કોતર, નદીના પટ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન થાય છે. આ સંદર્ભે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર વાહન ચેકીંગ કરવામાં આવે છે. જેમાં ગેરકાયદે રેતી ખનન ઉપરાંત ઓવરલોડ વાહનો પણ પકડી પાડવામાં આવે છે. આવી જ એક ડ્રાઇવમાં તારાપુર પાસે ત્રણ ડમ્પરને પકડી પાડવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *