Gujarat

પેથાપુરમાં મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી ચેઈન સ્નેચરો ફરાર

ગાંધીનગર
ગાંધીનગર માણસા તાલુકાના લોદરા ગામના મૂળ વતની રમેશભાઈ રેવાભાઈ પટેલ હાલમાં નવા નરોડા શિવ રેસિડેન્સીમાં પત્ની ભારતીબેન અને બે સંતાનો સાથે રહે છે. અમદાવાદનાં દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતાં રમેશભાઈ અને તેમના પત્ની ભાવનાબેન ગઈકાલે બાઈક લઈને ચરાડા ગામે સગાના બેસણામાં હાજરી આપવા માટે ગયા હતા. અહીં બેસણામાં હાજરી આપ્યા પછી દંપતી વતન લોદરા ખાતે તેમના ભાઈ અંબાલાલ પટેલની દીકરીની સગાઈમાં ગયા હતા. વતનમાં સગાઈનો પ્રસંગ પૂર્ણ કરીને દંપતિ બાઈક પર સાંજના સમયે ઘરે પરત અમદાવાદ જવા રવાના થયું હતું. ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પીપળજથી પેથાપુર તરફ જતા એચપી પેટ્રોલ પંપથી આગળ એક કારખાના પાસે અચાનક પાછળથી બાઈક પર આવેલ ચેઈન સ્નેચરે ભાવનાબેનનાં ગળામાંથી સોનાનો દોરો ઝૂંટવ્યો હતો. જેનાં કારણે રમેશભાઈએ પોતાના બાઇક પરથી કાબુ ગુમાવી દેતા પાછળ બેઠલ ભાવનાબેન રોડ પર પટકાયા હતા. ત્યાં સુધીમાં આશરે ડબલ સવારી જેવા ૨૦થી ૨૫ વર્ષના ઈસમો પૂરપાટ બાઈક પર નાસી ગયા હતા. આ બનાવના પગલે આસપાસ રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત ભાવનાબેનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ સિવિલ દોડી ગઈ હતી. તેમજ રમેશભાઈની ફરિયાદના આધારે બે તોલાનો એક લાખની કિંમતનો સોનાના દોરાની તફડંચીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના પેથાપુર રોડ પરથી પસાર થતા દંપતિનો ગઈકાલે શુક્રવારે સાંજના સમયે ચેઇન સ્નેચરો સાથે ભેટો થઈ ગયો હતો. અચાનક પાછળથી આવેલા બાઈક સવાર લૂંટારૂએ મહિલાનાં ગળામાંથી એક લાખની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો. દોરો ખેંચાતાં મહિલા બાઈક પરથી નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેનાં પગલે મહિલાને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાઈ છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *