* ગઇ તા.૦૩/૦૩/૨૦૨૨ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ રાજુલા છતડીયા રોડ પર આવેલ સતનામ પાનના ગલ્લે છતડીયા રોડ તરફથી અલ્ટો ફોર વ્હીલમાં બે અજાણ્યા ઇસમોએ આવી ગલ્લા પાસે માથાકુટ કરી દુકાન આગળ ગુજરાત ગેસની ગટરનું ખોદકામ ચાલુ હોય અને ત્યાં બહારના મજુરો કામ કરતા હતા ત્યાં મજુરી કામ કરી રહેલ સાહેદ માલાભાઇને માથાના ઉપરના ભાગે મારી નાખવાના ઇરાદે પાવડાનો એક ઘા મારી જીવલેણ હુમલો કરતાં માથામાં વીસેક ટાંકાઓ આવેલ તે પછી બન્ને આરોપીઓએ જુદા જુદા વેપારીઓ તથા વાહન ચાલકો સાથે માથાકુટ કરી પોતાની અલ્ટો ફોર વ્હીલ લઇ નાસી ગયેલ જે અંગે રાજુલા પો.સ્ટે.માં એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૨૦૨૦૪/૨૦૨૨૨ IPC કલમ ૩૦૭, ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ. જે અંગે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ અનોપસીંહ ગગજીભાઇ તથા હેઙ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા રાજુલા પોલીસ ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓ તથા ફોર વ્હીલની માહીતી મેળવી બન્ને આરોપીઓે ગણતરીની મિનીટોમાં જીવના જોખમે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરતાં નામદાર કોર્ટે દિન-૦૨ ના રીમાન્ડ મંજુર કરતાં હાલ બન્ને આરોપીઓ રીમાન્ડ હેઠળ છે.
*પકડાયેલ આરોપીઓ* *(૧) અજીતભાઇ ચાંપરાજભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા જી.અમરેલી (૨) ફીરોજ મહેબુબભાઇ બેલીમ રહે.વાવેરા તા.રાજુલા જી.અમરેલી
*પકડાયેલ બન્ને આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ* આ કામના બન્ને આરોપીઓ માથાભારે વ્યકતિ તરીકેની છાપ ધરાવતા હોય અને આરોપી અજીતભાઇ ધાખડાની વિરૂધ્ધમા રાજુલા પો.સ્ટે.(૧) ફસ્ટૅ ગુ.ર.નં.૮૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૩૨, ૧૪૩,૧૪૯,૩૪૧, ૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૨) સેકન્ડ ગુ.ર.નં.૩૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ (૩) એ પાર્ટ નં.૧૭૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૫૦૪, ૫૦૬(૨),૫૦૭ (૪) એ પાર્ટ નં.૯૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા (૫) એ પાર્ટ નં.૧૫૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭,૧૪૯,૪૨૭,૪૫૨,૫૦૬(૨) તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ.
તેમજ આરોપી ફીરોજભાઇ ઉર્ફે સુકો બેલીમની વિરૂધ્ધ (૧) ફસ્ટ ગુ.ર.નં.૪૮/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૨૩,૩૨૬,૧૪૩,૧૪૮,૧૪૯,૫૦૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ (૨) સેકન્ડ ગુ.ર.નં.૪૬/૨૦૧૮ જુ.ધા. કલમ ૧૨ (૩) ફસ્ટૅ ગુ.ર.નં.૮૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૩૨,૧૪૩,૧૪૯,૩૪૧,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૪) એ પાર્ટ નં.૧૫૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭,૧૪૯,૪૨૭,૪૫૨,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાઓ રજી થયેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ તથા હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા હેઙ.કોન્સ અનોપસીંહ ગગજીભાઇ તથા હેઙ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છેરીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


