Uncategorized

અમરેલી આર.ટી.ઓ. ઓફિસ ફરી શરૂ : કચેરીમાં સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન જરૂરી

અમરેલી આર.ટી.ઓ. ઓફિસ ફરી શરૂ : કચેરીમાં સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન જરૂરી

લાઇસન્સને સંલગ્ન તમામ કામગીરી ઓનલાઈન

૨૧ માર્ચથી ૩૧ જુલાઈ વચ્ચે પુર્ણ થતા લર્નિંગ લાઇસન્સના અરજદારો ૩૧ જુલાઈ સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે

અમરેલી, તા: ૩ જૂન

રાજ્યભરમાં અનલોક વન અન્વયે તમામ સરકારી કચેરીઓ ફરી એક વખત ધમધમતી થઇ છે. જે અંતર્ગત અમરેલી આરટીઓ ઑફિસનું કામકાજ તા. ૪ જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોની સલામતી જળવાય અને આરટીઓની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા મોટર પબ્લિકને અનુરોધ કરવામાં આવ્યો છે.

સોશીયલ ડિસ્ટન્સનું પાલન થાય તે હેતુસર લાઇસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઇન અપોઇમેન્ટ પદ્ધતિ ફરજિયાત કરવામાં આવી છે. જેથી લાયસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની અપોઈન્ટમેન્ટ ૨૧/૦૩/૨૦ થી ૦૩/૦૬/૨૦ દરમિયાન હોય તેઓએ ફરી ઓનલાઇન અપોઇમેન્ટ લેવાની રહેશે. પરંતુ ૪ જૂન કે ત્યારબાદ ની અપોઈન્ટમેન્ટ હોય તેઓએ ફરિવાર ઓનલાઇન અપોઇમેન્ટ લેવાની રહેશે નહીં.

જે અરજદારોના લર્નિંગ લાઇસન્સ ની સમય મર્યાદા તારીખ ૨૧ માર્ચથી ૩૧ જુલાઈ વચ્ચે પુર્ણ થયેલ હોય અથવા થવાની હોય તેવા અરજદારો ૩૧ જુલાઈ સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે.

ઉપરાંત હાલ ફેસલેસ પદ્ધતિથી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં હોય ત્યારે અરજદાર ઘર બેઠા જ સેવા મેળવે તે ઇચ્છનીય છે. સેવાઓ મેળવવા અરજદારે કચેરીએ રૂબરૂ આવવું જરૂરી નથી પરંતુ ખાસ કિસ્સામાં ઓનલાઇન અપોઈન્ટમેન્ટ લઈને જ કચેરી આવવાનું રહેશે. આંતર રાજ્ય વાહન માલિકી તબદીલ, આર.સી. કેન્સલ, ડી.એ., પરત થયેલ આર.સી. મેળવવા માટે ઓનલાઇન વિકલ્પો ઉપલબ્ધ ન હોય અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહીં.

કોરોના મહામારીને ધ્યાને લઇ અરજદાર આરટીઓ પરીસર માં અપોઈન્ટમેન્ટ ના ૧૫ મિનિટ અગાઉ અને અપોઈન્ટમેન્ટ લેટર સાથે પ્રવેશ મેળવી શકશે. અમરેલી આરટીઓ ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક સવારના નવથી સાડા છ સુધી શનિ રવિની રજામાં પણ કાર્યરત રહેશે. જેથી લોકોને બિનજરૂરી ભીડ ન કરવા તાકીદ કરવામાં આવી છે. અરજદારોની વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી આરટીઓ કક્ષાએથી એપ્રુવ થયા બાદ તેઓ ઍમ પરિવહન અને ડીજી લોકર એપ માં ડિજિટલ ડોક્યુમેન્ટ જનરેટ કરી શકશે જે પોલીસ અને આરટીઓ કચેરીની એન્ફોર્સમેન્ટ કામગીરી માટે માન્ય ગણાશે.

HSRP ફિટમેન્ટ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને બપોરના ત્રણ કલાક બાદ જ કચેરીએ આવવાનું રહેશે. કચેરી સંબંધિત કામગીરી ની પૂછપરછ માટે ટેલીફોન નંબર. ૦૨૭૯૨-૨૨૩૩૧૩ પર સંપર્ક કરવો.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *