Gujarat

ઉના તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ સંચાલિત કોળી સમાજ કેરિયર એકેડમી શરૂ કરાય..

પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનું કર્મચારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું..

 

ઊના – ઉના તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ સંચાલિત કોળી સમાજ કેરિયર એકેડમી દેલવાડા રોડ પર આવેલ કોળી સમાજની વાડી ખાતે શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં વિદ્યાર્થી ભાઇ-બહેનોને તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઇ સહીતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અને માર્ગદર્શન આપવામાં આવે છે. કોળી સમાજ કેરીયર એકેડમી ખાતે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનું કર્મચારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કાળુભાઇ રાઠોડે જણાવેલ કે વિદ્યાર્થીઓને જ્યાં જરૂર પડે ત્યાં તન, મન અને ધનથી તમામ સહકાર આપવા તૈયારી બતાવી હતી. અને જ્યાં જરૂર પડે ત્યાં કાળુભાઈ રાઠોડ હાજર રહેશે. અને પોતાનું યોગદાન આપશે. તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઇ સહીતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોળી સમાજના ભાઈઓ અને બહેનોને ચિંતા કર્યા વગર મહેનત કરવાની સલાહ આપી હતી.. અને આર્થિક મદદની જરૂર પડે તો કર્મચારી મંડળને ધ્યાન દોરવા જણાવે હતું. કોળી સમાજના ભાઈઓ અને બહેનોને કાળુભાઇ રાઠોડે હદય પૂર્વક શુભેચ્છા પાઠવી હતી. કોળી સમાજ કર્મચારી મંડળના ડી કે વાજા, વિજયભાઇ ડોડીયા, હર્ષદભાઇ બાંભણીયા, ભાવેશભાઇ બાંભણીયા તેમજ સંજયભાઇ મંત્રી સહીતના સંચાલન કરી રહ્યા છે.

-કોળી-સમાજ-કર્મચારીમંડળ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *