Gujarat

સેમીનાર . રાજકોટના મેય ૨ શ્રી પ્રદિપભાઈ ડવના પ્રમુખસ્થાને ” વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ” ની ભવ્ય ઉજવણી .

રીપોર્ટર:-ભુપતભાઈ પૂર્ણવૈરાગી.
 જનતા કી જાનકારી ન્યુઝ જસદણ.
 વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશન ઈન ધ ઈન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર એજયુકેશન , ન્યુ દિલ્હી તથા શ્રીમતિ રમાબેન માવાણી તેમજ શ્રીમતિ દિપાબેન કોરાટની સંસ્થાઓના ઉપક્રમે આગામી તા .૧૪ / ૦૩ / ૨૦૨૨ મંગળવારના સવારના ૧૦:૦૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝ , કરણસિંહ હાઈસ્કુલ સામે , રાજકોટ મુકામે ” વિશ્વ ઉપભોકતા અધિકાર દિવસ ” ની ઉજવણીના અનુસંધાનમા જાહેર સુખાકારી અને જાહેર આરોગ્ય સંબધે લોકજાગૃત્તિ કેળવવા ‘ રાજયકક્ષા ‘ ના સેમીનારનું આયોજન કરવામા આવેલ છે . આ સેમીનારમા આમજનતાને પ્રવેશ વિના મુલ્યે છે . આ સેમીનારમા રાજકોટ સિવીલ હોસ્પીટલના વડાશ્રી ડો . હેરશભાઈ ત્રિવેદી , રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય અધિકારીશ્રી ડો . પંકજભાઈ રાઠોડ , રાજકોટ જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીશ્રી ડો . અજયભાઈ ભંડેરી , ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રી ડો . જે . એમ . શાહ , શ્રી ડો . દિનેશ રાજ ( ફલેક્ષ કાર્ડીયોક કે ૨ ) , શ્રી એન . એમ . ધારાણી , ન્યાયમૂર્તિશ્રી , શ્રી હેંમતભાઈ ઉપાધ્યાય તથા કું . એકતા ઉપાધ્યાય ( વોઈસ , ન્યુ દિલ્હી ) વિગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થીત રહી પ્રસંગોચીત પ્રવચન દ્વારા લોકોને જાગૃત્ત કરનાર છે . આ સેમીનારમા આગોતરી નોંધણી માટે મોબાઈલ નં .૯૪૨૬૨ ૦૧:૧૧ , ૭૦૧૬૧ ૩૧૮૭૨ , ૯૮૨૪૨ ૮૨૧૬૨ ઉપર સંપર્ક કરવા નમ્ર અપીલ કરવામા આવે છે .

IMG-20220310-WA0003-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *