સુરત
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી છે. ચારે રાજ્યની અંદર કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પોતાની પાર્ટીના વિજયનો ઉત્સાહ વધારવાની વધુ એક તક મળી છે. ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ સમૂહ વિવિધ હોદ્દેદારો હાજર રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામ કરી રહી છે. તેને લોકો આવકારી રહ્યા છે. તેના માટે વારંવાર જનાદેશ ભારતીય જનતા પાર્ટી તરફનો આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં મોદી અને યોગી ની જાેડીની ખૂબ જ લોકચાહના છે. તેના કારણે સપાને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અપાર વિશ્વાસ રાખે છે. ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ અને રાશન વિતરણ સહિતની યોજનાઓને કારણે આજે મતદારોએ ભાજપની પસંદગી કરી છે.ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવતા સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ઉત્તરપ્રદેશની ચૂંટણી હતી. જેમાં અનેક પડકારોની વચ્ચે સપા અને ભાજપ સામે ટક્કર હતી. ઉત્તરપ્રદેશના પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ કરીને ફરી એક વખત મુખ્યમંત્રી બનવા યોગી આદિત્યનાથ જઈ રહ્યા છે. જેની ખુશીમાં આજે ભાજપ કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. કમલમ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઇ વેચીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
