Gujarat

રાજકોટની સોસાયટીમાં ગયેલા અધિકારીને મહિલાઓએ ઘેરી રોષ ઠાલવ્યો

રાજકોટ
રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ આ વર્ષે સારા વરસાદને લીધે છલોછલ થઈ ગયો હતો. પરંતુ તંત્રની પાણી વિતરણની અણઆવડતને કારણે ડેમના તળિયા દેખાવા લાગતા સૌની યોજના હેઠળ સરકાર પાસે નર્મદા નીરની માગણી કરવામાં આવી હતી. આથી સરકારે સૌની યોજના હેઠળ નર્મદા નીર આપ્યું છે. પરંતુ શહેરની અનેક એવી સોસાયટીઓ છે કે ત્યાં પૂરતું પાણી મળતું નથી અને લોકોએ હેરાનગતિ થઈ રહી છે.રાજકોટમાં ઉનાળાની શરૂઆત થાય એટલે પહેલો પ્રશ્ન પાણીનો ઉઠે છે. ગત ચોમાસામાં સારા વરસાદથી શહેર અને જિલ્લાના જળાશયો છલોછલ થઈ ગયા હતા. પરંતુ દિવાળી આવે એટલે શહેરના અડધો અડધ જળાશયોના તળિયા દેખાવા લાગે છે. આથી પાણી વિતરણની વ્યવસ્થા ખોરભાઈ છે. રાજકોટમાં શ્રીનાથજી સોસાયટીમાં વોટર વર્કસ વિભાગના અધિકારીએ મુલાકાત કરી હતી. તેઓ ખુરશી પર બેસતા જ મહિલાઓએ તેનો ઘેરાવ કર્યો હતો અને પીવાનું પાણી ન મળતા રોષ ઠાલવ્યો હતો. તેમ છતાં ઉકેલ ન આવતા અંતે સ્થાનિક મહિલાઓ રોષે ભરાઇ હતી અને આજે વોટર વર્કસ શાખાના અધિકારીનો ઘેરાવ કરી વિરોધ કર્યો હતો. મહિલાઓએ અધિકારીને ઉગ્ર બની રજુઆત કરી હતી અને પાણી વગર ભોગવવી પડતી હેરાનગતિ વિશે રોષ ઠાલવ્યો હતો. ઉનાળો આવે એટલે અમારે આ જ સમસ્યા ઉભી થાય છે. આજ તો અમે વાલ્વ ખોલવા આવે એ ભાઇ પાસે ગયા હતા. બાદમાં ત્યાથી ૨૫ મહિલાઓ પોતાના ખર્ચે રિક્ષાનું ભાડું આપી મેઇન ઓફિસે પહોંચી હતી. નવી લાઈન નાખી પછી તો કાયમી પાણીની સમસ્યા રહે છે. અમે અધિકારીઓને પણ ફોન કરીએ છીએ પરંતુ આવતા નથી. ક્યારેક આવે ત્યારે રજુઆત કરીએ તેમ છતાં ધ્યાન અપાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *