Gujarat

જામનગરમાં રિક્ષામાં ખીચોખીચ ઘેટાં-બકરા ભરીને લઈ જતા ૩ શખ્સો ઝડપાયા

જામનગર
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી પસાર થતી જીજે-૧૦-ટીડબલ્યુ-૫૫૬૮ નંબરની રીક્ષાને સિટી એ પોલીસના સ્ટાફે આંતરીને તલાશી લીધી હતી. જેમાંથી ૧૭ ઘેટાં-બકરાં ખીચોખીચ ભરીને ખોરાકની વ્યવસ્થા વગર બાંધીને લઇ જવાતાં મળી આવ્યાં હતાં. જેથી પોલીસે મોસીન મજીદ મીઠવાણી, મોસીન હમીદ સેલજી, હુશેન વાહીદ સમા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા. ૩૩ હજારની કિંમતનાં ૧૭ ઘેટાં-બકરાંને મુક્ત કરાવી રૂા. ૧.૫૦ લાખની કિંમતની રિક્ષા અને ઘેટાં-બકરાં સહિત રૂા. ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરી પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી રિક્ષામાં ૧૭ ઘેટાં-બકરાંને ખીચોખીચ ભરીને લઇ જતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ ઘેટનાઓને મુક્ત કરાવ્યાં હતાં. તેમજ રૂા. ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *