Delhi

શ્રીલંકાનો બોલર દુષ્મંથા ચમીરાને ૧ વર્ષથી વધુ સમય માટે ટેસ્ટ ટીમની બહાર રહેશે

નવીદિલ્હી
દુષ્મંથા ચમીરાને ટીમમાંથી બહાર કરવા માટેનું કારણ મેડિકલ પેનલની સલાહ છે. મેડિકલ પેનલે દુષ્મંથા ચમીરાને ટેસ્ટ ક્રિકેટ ન રમવાની સલાહ આપી છે. દુષ્મંથાને થોડા સમય પહેલા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તેના કામના ભારણને સંતુલિત કરવા માટે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ન રમવાનો ર્નિણય લીધો છે. દુષ્મંથા ચમીરાનો કાર્યભાર ૨૦૨૨ ટી૨૦ વર્લ્‌ડ કપ અને ૨૦૨૩ વર્લ્‌ડ કપને ધ્યાને લઇને નક્કી કરવામાં આવ્યો છે. શ્રીલંકા આ ફાસ્ટ બોલરને કોઈ પણ કિંમતે આઈસીસીની બંને ટૂર્નામેન્ટમાં રમાડવા માંગે છે, તેથી તેને ટેસ્ટ ફોર્મેટમાંથી બહાર રાખવામાં આવશે. દુષ્મંથા ચમીરાએ અત્યાર સુધી ૧૨ ટેસ્ટ મેચમાં ૩૨ વિકેટ ઝડપી છે. તેની ક્ષમતા મુજબ આ પ્રદર્શન કોઈ ખાસ નથી પરંતુ તેનામાં જબરદસ્ત પ્રતિભા છે. કદાચ એટલે જ આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં આ ફાસ્ટ બોલરને લખનૌ સુપરજાયન્ટ્‌સે ખરીદ્યો છે દુષ્મંથા ચમીરાને ટેસ્ટ ટીમમાંથી દુર કરવાનો મતલબ એ છે કે શ્રીલંકા ફરી એકવાર બેંગલુરુમાં મોહાલી ટેસ્ટના પેસ બોલરો સાથે મેદાન પર ઉતરશે. મોહાલીમાં શ્રીલંકાએ સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો અને લાહિરુ કુમારા સહિત ત્રણ ઝડપી બોલર હતા.દુષ્મંથા ચમીરા આ બોલર પાસે સ્પીડ છે, બાઉન્સર પણ ખૂબ જ શાર્પ છે, પરંતુ હવે આ ખેલાડી એક વર્ષથી વધુ સમય માટે શ્રીલંકાની ટેસ્ટ ટીમની બહાર રહેશે. શ્રીલંકન ક્રિકેટ ટીમે આવો ચોંકાવનારો ર્નિણય લીધો છે. શુક્રવારે શ્રીલંકન ક્રિકેટ ટીમે પણ દુષ્મંથા ચમીરાને બેંગ્લોર ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો. મોહાલી ટેસ્ટમાં જમણા હાથના ફાસ્ટ બોલરને પણ આરામ આપવામાં આવ્યો હતો.

Sri-Lanka-remove-their-big-player-Dushmantha-Chameera-from-Bangalore-Test.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *