Gujarat

ભૂતપૂર્વ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં આવેલ જે બી ફાર્મ માં કપડવંજ શેઠ એમ.પી મ્યુનિસિપલ હાઇસ્કુલ ના વર્ષ ૧૯૭૯/૮૦ ના ભૂતપૂર્વ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થી ભાઇઓં,બહેનો નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
શેઠ એમ પી હાઇસ્કુલ કપડવંજ ના ૧૯૭૯/૮૦ના ૪૨ વર્ષ પૂર્વે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગુજરાતના નામાંકિત શહેરોમાં પોતાની આગવી શૈક્ષણિક અને વ્યવસાયિક અગ્રતા ધરાવતા ૧૦૦થી વધુ ભાઈઓ-બહેનો કઠલાલ ખાતે આવેલ જે બી ફાર્મ માં ઘણા વર્ષો બાદ એકત્રિત થઇ સુંદર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું ઘણાં વર્ષોના વહાણા વિતી ગયા બાદ આજરોજ કોરોના કાળ ને મહાત આપી ધરતી ઉંમરની સમયના સથવારે મળેલ મિત્રોએ એકબીજાને મળી પોતાની જીવનયાત્રા ની જીવન ઝરમર નો ઇતિહાસ વગોળ્યો સામાજિક ક્ષેત્રે પોતે કરેલ પ્રવૃત્તિઓ તેમજ સમાજ તરફથી મળેલ પ્રસિદ્ધિનો દરેકે વારાફરતી ચિતાર આપ્યો આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ડોક્ટર સંજય આઈ વ્યાસ,ડોક્ટર વિનોદ ભાઈ વૈદ્ય ,અમરીશભાઈ પટેલ ,નિમેષભાઈ ત્રિવેદી,શરદભાઈ તૈલી ,એમ બી શર્મા (ભાનેર વાલા),આઈ કે પંચાલ, અરવિંદ પાયેલ (કઠલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ), શૈલેષભાઈ શાહ ,જશુભાઇ પટેલ, હસીત ભાઈ પટેલ, કલ્પેશભાઈ ઠાકર,મોહનભાઈ પટેલ જેવા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા૦ ઘણા વર્ષો બાદ મળેલ મિત્રોએ દિવસ દરમિયાન પોતાના જીવનની આપવીતી એકબીજાને મુક્ત રદય જણાવી હતી જેમાં દુઃખની સુખની લાગણી સભર વાતો થી ભારે હૈયે સાંજે એકબીજા થી છુટા પડયા હતા સૌ એકબીજા મિત્ર માટે દિર્ગાયુ ની પ્રાર્થના કરી હતી
આમ સમગ્ર બીજા સ્નેહમિલન કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશ ભટ્ટ અને મહેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું

IMG-20220311-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *