Delhi

હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મધાનાની સદીએ વિશ્વકપમાં વિક્રમ તોડી નાંખ્યા

નવીદિલ્હી
આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્‌ડ કપ ૨૦૨૨માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાના (૧૨૩) અને હરમનપ્રીત કૌર (૧૦૯)ની સદીની મદદથી ૩૧૭ રન બનાવ્યા હતા. આ વર્લ્‌ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. સ્મૃતિ અને હરમનપ્રીતે પોતાની ઇનિંગ્સથી કેટલાક અદ્ભુત રેકોર્ડ પણ બનાવ્યા. બંનેએ ત્રણ વિકેટે ૭૮ રનના સ્કોર સાથે ટીમને બચાવી હતી અને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ચોથી વિકેટ માટે ૧૮૪ રનની ભાગીદારી કરી હતી. વર્લ્‌ડ કપના ઈતિહાસમાં ચોથી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. તેણે ૨૦૧૭ વર્લ્‌ડમાં ઈંગ્લેન્ડના ટેમી બ્યુમોન્ટ અને નેટ સાયવર વચ્ચે ૧૭૦ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. સ્મૃતિ મંધાનાએ ૧૧૯ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. વનડેમાં આ તેની પાંચમી સદી હતી. આ દરમિયાન હરમનપ્રીત કૌરે તેની ઇનિંગમાં ૧૦૭ બોલનો સામનો કર્યો અને ૧૦ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. હરમને તેની ઓડીઆઇ કારકિર્દીની ચોથી સદી અને વર્લ્‌ડ કપની ત્રીજી સદી ફટકારી હતી. ૨૦૧૭ના વર્લ્‌ડ કપમાં અણનમ ૧૭૧ રન બાદ આ તેની પ્રથમ સદી છે. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાની સદીના કારણે ન્યૂઝીલેન્ડમાં ભારતીય ખેલાડીઓનો સદીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. ૧૯૮૨થી લઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડમાં માત્ર એક જ સદી ફટકારી હતી. પરંતુ હવે એક મેચમાં બે સદી ફટકારી છે. આ સાથે જ સ્મૃતિ મંધાનાએ વર્લ્‌ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બીજી સદી ફટકારી હતી. તેણે ૨૦૧૭ના વર્લ્‌ડ કપમાં પણ આ જ ટીમ સામે સદી ફટકારી હતી. આ સાથે જ આઈસીસી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરનો શાનદાર રેકોર્ડ જારી રહ્યો છે. તેણે વર્લ્‌ડ કપમાં ત્રણ સદી ફટકારી છે. વર્લ્‌ડ કપમાં તેની કુલ ચાર સદી છે અને તેમાંથી ત્રણ વર્લ્‌ડ કપમાં છે. આ સાથે જ તેણે ટી૨૦ વર્લ્‌ડ કપમાં પણ સદી ફટકારી છે. ટી૨૦ વર્લ્‌ડ કપમાં સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય છે.

Smriti-Mandhana-Harmanpreet-Kaur-Century-Record-India-vs-West-Indies-Women-Team-WWC-2022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *