નવીદિલ્હી
દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે ૨૦૦૪ થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે. જાે કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે ઈપીએફઓ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તે ફક્ત સરકારી નોકરી કરતા લોકો માટે જ શરૂ કરવામાં આવતું હતું પરંતુ પછીથી તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવ્યું છે. હવે દેશમાં દરેક કર્મચારીના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જાય છે. કર્મચારીઓને નિવૃત્તિ પછી પીએફ ખાતામાંથી લાભો મળે છે પરંતુ તેની સાથે બીજા ઘણા ફાયદા છે. આમાં સૌથી વધુ ૭ લાખની વીમા પોલિસી છે. આ સુવિધા અનુસાર કર્મચારી ફંડ ખાતાધારકના મૃત્યુ અથવા અચાનક બિમારીના કિસ્સામાં રૂપિયા ૭ લાખની નાણાકીય સહાય તેના પરિવારને આપવામાં આવે છે. પરંતુ આ માટે તમારે ઈ-નોમિનેશન દાખલ કરવાનું કામ કરવું પડશે. એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ સ્કીમ હેઠળ દરેક ખાતાધારકે પીએફ ખાતામાં નોમિની ફાઇલ કરવાની આવશ્યકતા છે. આ સ્થિતિમાં કર્મચારીના મૃત્યુના કિસ્સામાં અથવા કોઈ અકસ્માતના કિસ્સામાં રૂપિયા ૭ લાખની સહાય તેના નોમિનીને આપવામાં આવે છે. આ માટે માત્ર ખાતાધારકોએ તેમનું નોમિનેશન કરવાનું રહેશે. જાે તમે પણ તમારા પીએફ ખાતામાં નોમિનેશનની કામગીરી પતાવી નથી તો તેને જલદીથી પૂર્ણ કરો. ઈ-નોમિનેશન કેવી રીતે કરવું ઈપીએફઓ વેબસાઇટ પર જાઓ અને ‘ફોર એમ્પ્લોઇ’ પર ક્લિક કરો. હવે મેમ્બર યુએએન/ઓનલાઇન સેવા (ઓસીએસ/ઓટીસીપી)’ પર ક્લિક કરો. હવે યુએએન અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો. ‘મેનેજ’ ટેબમાં ‘ઈ-નોમિનેશન’ સિલેક્ટ કરો. આ પછી ‘પ્રોવાઈડ ડીટેઈલ્સ’ ટેબ સ્ક્રીન પર દેખાશે, ‘સેવ’ પર ક્લિક કરો. ‘ફેમેલી ડીક્લેરેશન’ અપડેટ કરવા માટે ‘યસ’ પર ક્લિક કરો. હવે ‘ ફેમેલી ડીટેઈલ્સ’ પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ ઉમેરી શકાય છે. નોમિની કેટલો હિસ્સો આવશે તેની જાહેરાત કરવા માટે ‘નોમિનેશન ડિટેલ્સ’ પર ક્લિક કરો. વિગતો દાખલ કર્યા પછી, ‘સેવ ઇપીએફ નોમિનેશન’ પર ક્લિક કરો. ઓટીપી જનરેટ કરવા માટે ‘ઇ-સાઇન’ પર ક્લિક કરો. આધાર સાથે જાેડાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. ઉલ્લેખિત જગ્યામાં ઓટીપી દાખલ કરીને તેને સબમિટ કરો.


