*આદર્શ નિવાસી શાળામાં ધોરણ ૯ અને ૧૧ માં પ્રવેશ મેળવવા જોગ*
અમરેલી, તા: ૧૨ જુન ૨૦૨૦
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષા માં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ વાળી ૩૩ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, ગણવેશ, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
આ પૈકી આદર્શ નિવાસી શાળા (વિ.જા.) અમરેલી અને આદર્શ નિવાસી શાળા (વિ.જા.) બાબરામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વધુ માહિતી માટે આચાર્યશ્રીનો ૯૪૨૭૪ ૫૯૮૩૯, ૮૩૪૭૭ ૨૦૬૪૪ ઉપર તેમજ મદદનીશ શિક્ષકનો ૯૯૭૯૧ ૮૮૫૭૩ ઉપર તેમજ મંગવાપાળ આદર્શ નિવાસી શાળાનો રૂબરૂ સંપર્ક સાચવાનો રહેશે.
પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી અને ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
